________________
૧૪૧
૨. હે સુમિત્રાપુત્ર, સારા દેખાવવાળું પંપાનું વન તે જે જ્ય વૃક્ષે પર્વત સરખાં જાણે શિખરવાળાં હોય તેમ શોભે છે.
૩. આશ્ચર્યકારક વનેથી યુક્ત, બહુ પ્રકારનાં પુષ્પથી છવાયેલું, શીતળ પાણીવાળું, સુખકારક પંપા શેકથી પીડિત થયેલા એવા મને પણ સારું લાગે છે.
૪. કમળથી વળી ઢંકાયેલું અને ખૂબ જ સરસ દેખાવવાળું, સર્પ અને તોફાની હાથીઓ જેની પાસે ફરી રહ્યા છે તેવું, પ્રાણું. અને પંખીથી ભરપૂર (તે શોભે છે.)
૫. જાણે ગાલીચા પાથર્યા હોય તેવું, વૃક્ષોનાં વિવિધ પ્રકારનાં લેથી લીલું અને પીળું તેનું ઘાસનું મેદાન અધિક શેભે છે.
૬. બધી બાજુથી જેનાં અગ્રભાગે ઉપર ફૂલ આવ્યાં છે એવી લતાથી ઢંકાઈ ગયેલી અને ચારે બાજુએ પુષ્પના ભારથી સમૃદ્ધ એવી વની ટોચે શેભે છે.
૭. હે સુમિત્રાપુત્ર, જળ વરસાવતાં વાદળાંનાં રૂપે જેવાં, પુના વરસાદને વરસાવતાં, પુષ્પથી શોભતાં વનનાં રૂપને તું જે,
૮. અને રમ્ય એવી શિલાઓ ઉપર વિવિધ પ્રકારનાં વનવૃક્ષો. પવનના વેગથી હાલી પુષ્પ વડે પૃથ્વીને છાઈ દે છે.
૯. હે સુમિત્રાપુત્ર, પડેલાં, પડતાં અને વૃક્ષ ઉપર રહેલાં પુ. સાથે જાણે ચારે બાજુએ ખેલી રહ્યો છે તેને તું જે.
૧૦. વૃક્ષનાં ફૂલરૂપી લટ જેણે પ્રાપ્ત કરી છે તેવી વૃક્ષોની વિવિધ શાખાઓને આમતેમ હલાવતા પવનની પાછળ, સ્થાનમાંથી ચલિત થયેલા ભ્રમરો ગુંજારવ કરે છે.
૧૧. વૃક્ષોને જાણે નચાવતા, પર્વતની ગુફાઓમાંથી બહાર આવેલા પવન માટે ઉન્મત્ત કેયલના ધ્વનિથી જાણે (ગીત) ગવાય છે.