________________
૧૦૦
૧૪. “ઊગેલો સૂર્ય જેમ અંધકાર દૂર કરે તેમ) તમારા દુઃખને મારી શક્તિથી હું હરી લઈશ. દેવી મારી શક્તિને જુએ અને રામ પણ તેને જુએ.”
કૌસલ્ય બોલ્યાં : . ૧૫. મહાન જેને આત્મા છે એવા લક્ષ્મણનું આ વચન સાંભળીને, શેક એ જ જેની લાલસા છે એવા સદન કરતાં કૌસલ્યા રામ પ્રત્યે બેલ્યાં : - ૧. “હે પુત્ર, બેલતા એવા તારા ભાઈ લક્ષ્મણનું (વચન) સાંભળ્યું છે, જે આ બાબતમાં હવે પછી તારે કરવાનું હોય તે, જે તને ગમે તે કરજે.
૧૭. “મારી શક્યથી બેલાયેલું ધર્મરહિત વચન સાંભળીને શકથી સંતપ્ત થયેલી એવી મને છોડીને અહીંથી તારે જવું યોગ્ય નથી.
૧૮. “હે ધમને જાણનાર, જે ધર્મિષ્ઠ એવો તું ધર્મનું પાલન કરવા ઈચ્છા કરે તે અહીં રહીને તું મારી સેવા કરે; અને જેનાથી કોઈ ઉત્તમ નથી એવા ધર્મનું તું પાલન કર.
૧૯. “વડીલ હોવાને લીધે જેવી રીતે રાજા તને પૂજ્ય છે તેવી જ રીતે હું પણ છું તને રજા આપતી નથી; અહીંથી તારે વનમાં ન જવું.
૨૦. “તારે વિયોગ થતાં મારે જીવન અથવા સુખનું કાંઈ કામ નથી. તણખલાંનું ભક્ષણ પણ તારી સાથે રહીને) મારે માટે વધારે સારું છે.”
રામ બોલ્યા : " ૨૧. તે પ્રમાણે દીન અને વિલાપ કરતાં માતા કૌસલા પ્રત્યે. પછીથી ધર્મ જેને આત્મા છે તેવા રામ ધર્મ સાથે જોડાયેલું એવું વચનુ બોલ્યા
૨૨. “પિતાના વાકયનું ઉલ્લંઘન કરવાની મારી શક્તિ નથી;