________________
૧૨૯
. “હું એમને અપરાધ જેત નથી કે તે પ્રકારનો દોષ જેતા નથી, જેથી કરીને રાષ્ટ્રમાંથી વનવાસ માટે રાઘવને દેશવટે દેવાય.
૪. “દેવ સરખા, સરળ, સંયમી, શત્રુઓને પણ વહાલા એવા પુત્રને, ધર્મને જેતે એવો કોણ કારણ વિના ત્યજી દે?
૫. “તે આ ફરીથી બાલ્યાવસ્થાન પામેલા રાજાનું તે આ વચન, રાજાના આચારનું સ્મરણ કરતો ક પુત્ર હૃદયમાં લે?
૬. “હે રાઘવ, તમારા પડખે ધનુષ સહિત મારાથી રક્ષાયેલા, ઉભા રહેલા યમદેવ સમા તમારાથી અધિક કરવા (ઉપરવટ થવા) કોણ સમર્થ છે?
૭. “હે પુત્તમ, જે તમારા બૂરામાં રહેશે તે તીક્ષ્ણ બાણથી આ આખી અયોધ્યાને હું મનુષ્ય વિનાની બનાવી દઈશ.
૮. “પછીથી ભરતનો પક્ષકાર હોય અથવા જે તેનું હિત ઈચ્છતે. હેય તે બધાને હું હણી નાખીશ; કારણ કે ઢીલે પરાભવ પામે છે.
૯. જે કાયાથી પ્રોત્સાહિત થયેલા એ આ આપણા દુષ્ટ પિતા શત્રુ બનેલા હોય તે તેમને, આસક્તિ રહિત થઈને, બાંધી દે અથવા હણી પણ નાખે.
૧૦. “અભિમાની બનેલા અને કાર્ય અને અકાર્યને ન જાણુતા, અવળે માર્ગે ચઢેલા એવા વડીલને પણ શિક્ષા કરવી જોઈએ.
૧૧. “હે પુત્તમ, બળ અથવા તર્કને આશ્રય કરીને તમારે માટે જ રહેલું આ રાજ્ય શા માટે કૈકયીને આપવાની તે ઇચ્છ કરે છે
૧૨. “હે દેવી, હું તમારા સોગન ખાઉં છું કે ભાવથી, તત્વથી, | સત્યથી, ધનુષથી, અપાયેલા અને ઇચ્છાયેલા સર્વથી ભાઈ ઉપર હું પ્રીતિ ધરાવું છું
૧૩. “સળગેલા અગ્નિમાં અથવા અરયમાં જે રામ પ્રવેશ કરશે, તે હે દેવી, પ્રથમ તેમાં પ્રવેશેલો મને તમે ધારજે.