________________
૧૩૧ તેમને હું મસ્તકથી (વંદન કરીને) પ્રસન્ન કરું છું હું વનમાં જવા ઈચ્છું છું.
૨૩. હું તમને વિરુદ્ધ એ અપૂર્વ ધર્મ પ્રવતો નથી, પૂર્વજનેના અભિપ્રાયને સંમત અને તેમનાથી અનુસરાયેલ માર્ગ (મારાથી) અનુસરાય છે
૨૪. “તે આ મારે કરવાનું (કાર્ય) જગતમાં કેઈથી અન્યથા કરાવાનું નથી; કારણ કે પિતાનું વચન (માન્ય) કરતાં કોઈને પણ ખરે જ હાનિ થતી નથી.”
૨૫. આ પ્રમાણે તે માતા પ્રત્યે કહીને સર્વ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ અને વાક્યોને જાણનારાઓમાં શ્રેષ્ઠ એવા તે (રામ) ફરીથી લક્ષ્મણ પ્રત્યે બોલ્યા: - ૨૬. “ લક્ષ્મણ, જેનાથી કોઈનો ઉત્તમ નથી એ તારો
મારા ઉપર સ્નેહ, તારું પરાક્રમ, શક્તિ, જેને ખૂબ જ મુશ્કેલીએ પહોંચી 'વળાય એવું તારું તેજ, હું જાણું છું.
૨૭. “ કારણ કે, જગતમાં ધર્મ એ જ પરમ વસ્તુ છે; ધર્મમાં સત્ય રહેલું છું; આ પિતાનું ઉત્તમ વચન ધર્મના આધારવાળું છે.
૨૮. “પિતાનું, માતાનું અથવા બ્રાહ્મણનું વાક્ય સાંભળીને, ધર્મને આશ્રય લઈને રહેતા (મનુષ્ય), હે વીર, તેને નકામું કરવું ન જોઈએ.
૨૯. “આ હું પિતાના હુકમનું ઉલ્લંઘન કરવા સમર્થ નથી કારણ કે હે વીર, પિતાના વચનને લીધે કોયીએ મને વનવાસ માટે) પ્રેર્યો છે.
૩૦. “તે આ આર્યજનને ન છાજતી, અને ક્ષત્રિયના ધર્મમાં નહીં રહેલી મતિને તું છોડી દે અને ધર્મને આશ્રય લે, તાતાનો અંશય તું ન લે; મારી બુદ્ધિ તારે અનુસરવી.