________________
૧૧૦
જેનું ઔષધ ઉપદેશાયું નથી તેવો મહાવ્યાધિ, ભસ્મ ન કરનારે અગ્નિ પ્રવેશ. મર્યા વિનાને જ નરકમાં વાસ, પ્રકાશ વિનાનો અંગારાનો વરસાદ, ઘા પડે નહિ અને વજમણિની સોય ભેંકાય, એવે છે. તે પછી વિશિષ્ટ પ્રકારના મનુષ્યને લીધે ઉત્પન્ન થયેલા શેકની તે વાત જ શી? આ બાબતમાં હું શું કરું ?”
પછીથી પિતાના નિવાસસ્થાને જઈને તેણે કેટલાક કોળિયા લીધા. અને પાણી પીતાં ચામર ગ્રહણ કરનાર સેવકને આજ્ઞા કરીઃ “જાણીને આવ કે પિતાને કેમ છે?” જઈને પાછા આવી “દેવ. ન હતું તેમ જ છે.” આ પ્રમાણે જણાવાયેલા તેણે પાન લીધા વિના, સૂર્ય અસ્ત પામવાની અભિલાષા કરતે હતો ત્યારે, વિલાયેલા મનથી બધા વૈદ્યોને બેલાવીને આ પરિસ્થિતિ છે, તે શું કરવું” એમ શેકાતુર હદયવાળો તે પૂછવા લાગ્યા. તેઓએ તેને જણાવ્યું: “દેવ, વૈર્યને આશરો લે. થોડાક જ દિવસમાં ફરીથી તમે સ્વસ્થ તબિયતને પામેલા તમારા પિતાને સાંભળશે.”
પરંતુ તે વૈદ્યોમાં લગભગ અઢાર વર્ષને, વ્યાધિનાં સ્વરૂપને બરોબર રીતે જાણકાર, રસાયન નામે વૈદ્યકુમાર આંસુ સહિત, મુખ નીચું ઢાળી શાંત રહ્યો. તેને રાજપુત્રે પૂછયું : “મિત્ર રસાયન, જે તને કાંઈક ખરાબ જેવું દેખાતું હોય તે સાચેસાચું કહે.” તે બોલ્યોઃ દેવ, આવતી કાલે સવારે જે પ્રમાણે છે તે પ્રમાણે વિગત કહીશ.”
અને એટલામાં જ ચક્રવાકને આશ્વાસન આપતે, ભવનના કમલના છેડને પાલક મેટે સ્વરે અપવિત્ર :
“હે પંખી, દઢ મન તું પિતે કર; શોક ત્યજી દે અને વિવેકના માર્ગે રહે. કલયુક્ત કમલના છોડની શોભા સાથે સૂર્ય સુમેરુ પર્વતના શિખર ઉપર આશ્રય કરી રહ્યો છે.”
અને તે સાંભળીને વાણીના નિમિત્તને જાણનાર એવા તેણે પિતાની બાબતમાં જીવવાની આશા જલદી ઢીલી કરી દીધી અને વૈદ્યો