________________
૧૯૯
સુકાઈ ગયા છે.” ભંડિ નામે કંચુકીએ કહ્યું: “દેવ, એમને આહાર લીધે આજે ત્રીજો દિવસ છે.”
તે સાંભળીને મહામુશ્કિલીએ નિસાસો નાખીને તે બોલ્યોઃ “હે વત્સ, પિતા પ્રત્યે પ્રીતિવાળે અને અત્યંત મૃદુ હૃદયવાળે તું છે એ હું જાણું છું. આ પ્રકારના પ્રસંગોમાં બુદ્ધિશાળીની પણ બુદ્ધિને પકડી રાખ. અત્યંત મુશ્કેલ, અને સર્વને પરાભવ કરતો બાંધવસ્નેહ, અસહાય બનાવે છે. આથી કરીને તારી જાતને શોકને અપ દેવા તું યોગ્ય નથી. સખત બાળતા તાવથી બળેલો હોવા છતાં પણ આયુષ્માનની(તારા) માનસિક ચિંતાથી હું ખરેખર ખૂબ વધારે (તેનાથી) બળાઉં છું. તારી કૃશતા મને તીર્ણ શસ્ત્રની માફક બેંકે છે. મારાં સુખ, રાજ્ય, વંશ અને પ્રાણ તારામાં રહેલાં છે; જેમ મારાં તેમ બધીય પ્રજાન. તારા જેવાની પીડા આખાય દુનિયાતલને પીડા આપે છે, કારણ કે અ૫ પુણ્યવાળાના કુળને તારા, જેવા અલંકૃત કરતા નથી. અનેક જન્મેએ કરીને ઉપાર્જન કરેલા. અકલુજ કર્મનું એ ફલ છે. ચારેય સમુદ્રનું અધિપતિપણું જાણે તારી હથેળીમાં હોય એમ તારાં (સામુદ્રિક) લક્ષણે કહે છે. તારા જન્મથી જ હું તાર્થ થી છું. મને જીવવા પ્રત્યે અભિલાષા નથી. વૈદ્યોની આજ્ઞા મને એસડ પીવરાવે છે. અને વળી સર્વ પ્રજાનાં પુણ્યોથી સમસ્ત ભુવનનવના રક્ષણ માથે ઉત્પન્ન થનારા તારા જેવાના જન્મગ્રહણના. સાધનરૂપ જ માતપિતા છે. રાજાઓ પ્રજાથી સગાંસંબંધીવાળા છે, કુલનાં સગાંઓથી નહિ. તે ઊભો થા. બધી ક્રિયાઓ ફરીથી કરવા માંડ તું આધાર કરીશ ત્યારે હું પોતે પણ મને પશ્ચ (રાક) હશે તેનો ઉપયોગ કરીશ.” અને આ પ્રમાણે બોલાયેલા એવા તેના હૃદયને જાણે બાળવાની ઈચ્છા કરે શોકને અગ્નિ વળી વધારે તેને બાળવા લાગ્યો. અને ક્ષણમાત્ર ઊભા રહીને ફરીથી પિતાથી આધારને માટે આજ્ઞા અપાયેલે તે ધવલગૃહમાંથી ઊર્યો. અને તેણે મનમાં (વિચાર) કર્યોઃ
વાદળ વિનાના વજપાત સરખો ખરેખર, આ મહાપ્રલય એકાએક આવી પડ્યો છે. સામાન્ય હોવા છતાં પણ શોક, ઉચ્છવાસસહિત મરણ,