________________
ચૂંથાઈ ગઈ છે એવા સિંહના બચ્ચાને રમવા માટે તેની માતા પાસેથી બળાત્કારે ખેંચે છે? (૧)
[ પછીથી ઉપર બતાવેલું કાર્ય કરતો બાળક
બે તાપસીએ સાથે પ્રવેશ કરે છે.] બાળક–ઉધાડ, સિંહ, (તારું મેં), મારે તારા દાંત ગણવા છે.
પહેલી તાપસી–અલ્યા તેફાની, (અમારા) બાળકથી (અમારે મન) જુદાં નહિ એવાં પ્રાણીઓને શા માટે રંજાડે છે? અરે, તારું તોફાન તે વધે છે! ઋષિલકેએ તારું નામ “સર્વદમન' પાડયું છે તે ખરેખર બરાબર જ છે !
રાજા–કેમ વાર મારા મનમાં આ બાળક ઉપર દિલના દીકરા જેવું વહાલ થાય છે. ખરેખર તમારી) અપુત્ર અવસ્થા મને (આ. બાળક તરફ) વત્સલ બનાવે છે !
બીજી તાપસી–જે એના બચ્ચાને છોડીશ નહિ, તે આ સિંહણ ખરેખર તારા ઉપર ધસી આવશે. બાળક–[ સ્મિતપૂર્વક] ઓહ, મને ખરે જ બહુ બીક લાગે છે!
[ હેઠ કાઢી બતાવે છે. } રાજા–બળતણની અપેક્ષાવાળો અગ્નિ, તણખાની અવસ્થામાં રહ્યો હોય, એવો આ બાળક મને મહાન જ્યોતિનું બીજ લાગે છે. (૨)
પહેલી તાપસી–ભાઈ આ સિંહના બચ્ચાને છોડી દે, તને બીજું રમકડું આપીશ. બાળક-ક્યાં છે ? એ આપે ને!
[એમ કહી હાથ લંબાવે છે. } . રાજા-(બાળકને હાથ જોઈ) શાથી? આણે ચક્રવર્તી રાજાના ચિહ્નો પણ ધારણ કર્યા છે!
બીજી તાપસી–અલી સુવતે, માત્ર બોલ્યથી એને અટકાવવાનું