SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વધામ ગમન સેવા, શુશ્રુષા અને તેનાં એક અઠવાડિયાનાં કપડાં ધોવાની સેવા.'' ખૂબ ખુલ્લા દિલની ઉદારતા તેમની પ્રતિભાનું એક પાસું હતું, તો સ્વાશ્રય બીજું એવું જ મજબૂત પાસું હતું. ( શિવાનંદજીની સર્વાગી પ્રતિભામાં સાદાઈ, સેવાનો ભાવ, સહૃદયતા, વિશ્વપ્રેમ, અમર્યાદ દાનવૃત્તિ, ઊંડો ભક્તિભાવ વગેરે હતાં. આ બધાં તત્ત્વોનાં મૂળમાં તેમનો આત્યંતિક ત્યાગ રહેલો હતો. તે રમતગમત રમીને શરીર અને મનને નીરોગી રાખતા. તેમનો સિદ્ધાંત હતો D.I.N, Do it now. મોડું ન કરો. હમણાં જ કરો. નીચાં નમી વીણીશું ક્યારે ? આજ આજ ભાઈ, અત્યારે. ૧૩. સ્વધામ ગમન ૧૯૬૦નું વર્ષ હતું. એક ભક્ત આવેલ. તે રિટાયર્ડ થયા હતા. અંતર્મુખ થઈ સ્વામીજી બોલ્યા: ‘‘રિટાયર્ડ થયો? કે થઈ રહ્યો છું?'' આવતા દિવસોના તે ભણકારા હતા તેની કોને ખબર હતી ? ૧૯૬રના મે માસમાં એક આગંતુક સાથે ફોટો પડાવવા બેઠા. ઊભા થઈ તેના નજીકના શિષ્યને કહ્યું: ““ના હમ, ના તુમ, દફતા ગુમ.'' ચાર માસ પછી તેમના જન્મદિવસે, દર વર્ષની માફક આવતા
SR No.005999
Book TitleShivanand Saraswati Santvani 27
Original Sutra AuthorN/A
AuthorShivanand Adhvaryu
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2006
Total Pages82
LanguageGujarati
ClassificationInterfaith
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy