________________
૪૬ બ્રહા. સ્વામી શિવાનંદ સરસ્વતી-હૃષીકેશ બધી સ્ત્રી દુર્ગાદેવી હતી.
શિવાનંદજી નશ્વરમાં, અરે ! નિર્જીવ વસ્તુઓમાં પણ ઈશ્વરનાં દર્શન કરતા. તે શિષ્યોને કહેતા “કીડી, ગધેડા, પથ્થર, ઝાડ, નદીઓ, આકાશ, સૂર્ય, ચંદ્ર, ખુરશી, ટેબલ, થાંભલા અને ટેકાઓમાં પ્રભુનાં દર્શન કરો. પ્રભુમાં થોડા મહિના આ ભાવના ખરા દિલથી કેળવી જુઓ અને તમે તદ્દન બદલાઈ જશો. તમે દિવ્યદષ્ટિવાળા ભગવાનના જીવ બની જશો.
શિવાનંદજી એક ભક્તને પોતાની રહેવાની કુટિરમાં લઈ ગયા. બહારથી જ પેલાએ તો કહ્યું: “આ શું? આમાં રહો છો ?'' સ્વામીજી તેને અંદર લઈ ગયા તો મરવા પડેલ બળદ જોયો અને પેલો ભક્ત તો છળી ગયો. હે ભગવાન! . . . સ્વામીજીએ કહ્યું:
બરાબર, તમે જુઓ છો તે તે જ છે !' શિવાનંદજી કીડીને ખાંડ, પક્ષીઓને ચોખા, વાંદરાને ચણા, માછલીને બ્રેડ ખવડાવતા અને કહેતાઃ “આમ કરવાથી તમારામાં દયાનો પ્રાદુર્ભાવ થશે અને વિશ્વપ્રેમ જાગ્રત થશે.''
શિવાનંદજી સેવાની તક ઝડપવા ઈંતજાર રહેતા. એક વાર સત્સંગમાં એક બાળક માના ખોળામાંથી ઊઠી, ચાલવા લાગ્યું. સ્વામીજીએ પુરુષોના ટોળામાં બેઠેલ તેના બાપ બાજુ ટૉર્ચ ફેકી, બાળક ત્યાં પહોંચી ગયું!
કોઈ બીમાર કે વૃદ્ધને તાપમાં ચાલતા જુએ તો દોડીને તેના પર છત્રી ધરે !
એક શાસ્ત્રીજી આવ્યા. ગંગાપૂજા કરી બિલ્વપત્ર ચઢાવતા હતા. સ્વામીજી ભાવથી તે નીરખી રહ્યા અને કહ્યું, “આખું વર્ષ આવી પ્રાર્થના, બરાબર એક ટાઈફૉઈડથી પીડાતા દરદીને