________________
૩૪ બ્રહ્મ, સ્વામી શિવાનંદ સરસ્વતી-હૃપીકેશ પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે.
એક પોસ્ટલ પાર્સલ ખૂલી ગયું ને તેમાંથી વિદ્યાર્થીઓની ફતેહ” નામનું એક પુસ્તક પડ્યું. બેંગલોરના પોસ્ટ ઑફિસર વી. એલ. નાગરાજને એ કુતૂહલથી ખોલ્યું. એના એક વાક્ય જ તેમના જીવનમાં એટલો ધરમૂળનો ફેરફાર કર્યો કે હજારોની જિંદગીને પવિત્ર બનાવતી બેંગલોરની દિવ્ય જીવન સંઘની શાખા તેમણે સ્થાપી.
શિવાનંદજીના સાહિત્યે ઘણા વકરેલા જીવોને નવી આશા, નવો પ્રકાશ, નવી જિંદગી બક્ષી છે. ઘણાએ બીડી પીવાનું, દારૂ પીવાનું, માંસભક્ષણ છોડ્યાં છે; ઈર્ષા, તિરસ્કાર, લોભ અને કુભાવ ત્યાગ્યાં છે. સભાવ, મૈત્રી અને નિષ્કામ કર્મના પાઠો ઘણા શીખ્યા છે. ઘણા નામજપ અને સંર્કર્તન કરતા થયા છે. ઘણા એકાગ્રતા અને ધ્યાન શીખ્યા છે. શિવાનંદે આવા અનેક સમત્કાર સજર્યા છે.
સમસ્ત વિશ્વમાં દરરોજ શિવાનંદ સાહિત્ય ભૌતિકવાદને મરણતોલ કરી રહેલ છે.
૧૦. શિષ્યોને માર્ગદર્શન
હિમાલયનું એલાન' નામના પુસ્તકમાં સ્વામીજી કહે છે: ગુરુ થવા માટે ઈશ્વરાજ્ઞા થવી જોઈએ.''
સ્વર્ગાશ્રમની પ્રમાણમાં મળતી સગવડો છોડીને સામે કાંઠે ગાયોની ગમાણમાં આવી, પ્રભુના બાળકને દોરવણી આપવા તેઓ રહ્યા અને તેમણે જે ત્યાગ કર્યો તે પરથી આવું થયું હશે