________________
શિષ્યોને માર્ગદર્શન
તેવો નિષ્કર્ષ કાઢી શકાય.
તેમના એક કાવ્યમાં ઈશ્વરાજ્ઞાનો રાખ્ખો નિર્દેશ કરતાં
તેઓએ કહ્યું છેઃ
આત્માનો તીણો અવાજ મને સંભળાયો
‘‘શિવ, ઊભો થા–
તારા જીવનનો પ્યાલો આ અમૃતથી ભર બધાની સાથે વહેંચ.
૩૫
હું તને બળપ્રદાન કરીશ, શક્તિ, બળ અને જ્ઞાન આપીશ.'
મેં મારા પ્રભુની આજ્ઞાનું પાલન કર્યું. તેણે મારો ખ્યાલો પૂરો ભરી દીધો અને સૌને મે તેમાંથી વહેંચ્યું.
ગુરુ તરીકે શિવાનંદજીનાં અમુક ખાસ લક્ષણો હતાં. પહેલું તો, તે તેમનો વિષય સંપૂર્ણપણે જાણતા હતા. આત્મજ્ઞાન, આધ્યાત્મિક રીતરસમોના તે ખાં હતા. અને ખાસ તો, ઈશ્વરે નક્કી કરેલ કાર્ય કરવાની પૂરી તૈયારીથી તે કામ કરી રહ્યા હતા. શિષ્યો માટે તે ‘મા' હતા, ગુરુપદ તેમણે કદી હક તરીકે માગ્યું જ નથી.
બે આશ્રમવાસીઓ લડ્યા. આશ્રમ છોડી જવા તૈયાર થયા. તેમને સમજાવ્યાઃ ‘આશ્રમ છોડી જવાથી વધુ ગાંડપણ કશું હોઈ શકે? આધ્યાત્મિક સાધકને અપમાન કે ગાળ લાગે ! થોડા શબ્દો હવામાં ગયા, અવાજ થયો, હવામાં સ્પંદનો થયાં. કોઈ ગાળ બોલે તેથી તમને શું અસર થાય ? તે તમને ગધેડો કહે તેથી ચાર પગ અને બે લાંબા કાન ઊગી જાય ! કૂતરો કહે તો શું