________________
૩૩
જ્ઞાનહાન
પણ ધ્યાનખંડમાં બેસી તે જ વખતે અભ્યાસ શરૂ કરવા પ્રોત્સાહન મળે.
‘કર્મયોગનો અભ્યાસ' પુસ્તક વાંચીને એક સાધક લખે છેઃ ‘“મે રામાયણ, ગીતા, શંકરાચાર્યની ફિલસૂફી, પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનનાં થોથાં ઘણાં વાંચી નાંખ્યાં પણ નિષ્કામ કર્મની પાયાની જરૂરત પર કોઈનું આટલું સુંદર, અસરકારક લખાણ મે વાંચ્યું નથી.’'
સેતાન અને સંત બંનેને તેમનું લખાણ આશાપ્રેરક બની રહેતું. શિવાનંદજી દૃઢપણે માનતા કે હૃદયથી, ખંતથી પ્રયત્ન કરનારને માટે કશું જ અશકય નથી.
સ્વામીજીના લાખો શિષ્યો તેમના સાહિત્યના વાચન પરથી તેમના પ્રત્યે ખેંચાયેલા,
૧૯૪૭માં, શ્રીનિવાસન કરીને એક શાળા-શિક્ષકે ‘કર્મયોગનો અભ્યાસ' પુસ્તક વાંચ્યું અને તે સ્વામી સહજાનંદ બની ગયા.
મેજર જનરલ યદુનાથ સિંઘ બીજા વિશ્વયુદ્ધમાં આધ્યાત્મિક અવલંબન શોધતા હતા ત્યાં શિવાનંદજીનું ‘યોગ’ પરનું પુસ્તક તેમણે વાંચ્યું. '૪૭-'૪૮ની કાશ્મીરની ચડાઈ વખતે સ્વામીજીએ અદશ્યરૂપે તેમને માર્ગદર્શન આપવા ઉપરાંત સારા સૈનિક બનવાની પ્રેરણા આપી. મૃત્યુ પામેલ આત્માઓ માટે પ્રાર્થના કરવા પણ સૂચવ્યું.
૧૭ વર્ષની ઉંમરનો વિષ્ણુ બ્રિટિશ લશ્કરમાં હતો. નકામા કાગળોની ટોપલીમાં ગુમ થયેલ કાગળ શોધતાં સાધના–તત્ત્વનું ચોપાનિયું હાથ લાગ્યું. લડાઈ પૂરી થતાં પ્રેરણાથી આશ્રમમાં જઈ હઠયોગ પર પ્રભુત્વ મેળવ્યું. મોન્ટ્રીઅલ, કૅનેડા જઈ ખૂબ