________________
૨૬
બ્રહ્મ, સ્વામી શિવાનંદ સરસ્વતી-હૃષીકેશ
અને ડૉક્ટર સિવાયના ભક્તોને દરદીની અન્ય સેવા કરવા પ્રેરતા. અને આમ અનેકવિધ પ્રવૃત્તિને આધ્યાત્મિક ઓપ આપીને શિવાનંદજી આશ્રમ ચલાવતા. જે તે આચરણમાં મૂકતા તેનો જ બોધ કરતા..
૮, સેવા-યાત્રા
શિવાનંદજીની આધ્યાત્મિક સેવાપ્રવૃત્તિમાં ૯ સપ્ટેમ્બર, ૧૯૫૦ના દિવસથી એક નવો તબક્કો શરૂ થયો.
આખા હિંદની યાત્રા શરૂ થઈ. અનેક ભક્તો દર્શન ઇચ્છતા હતા. શિષ્યોનો સીધો અરે બહોળો સંપર્ક જરૂરી હતો. અધ્યાત્મ જ્ઞાનનો પ્રસાર, ભગવન્નામ કીર્તન મહિમા, અજ્ઞાનમાંથી ઉત્થાન, યુવાન પ્રજાને બ્રહ્મચર્યની શીખ, સારી તબિયત જાળવી અણમોલ માનવદેહથી સાધના કરવા પર ભાર આપવો, આસન, પ્રાણાયામ અને યોગ ક્રિયાઓ દ્વારા મનને અને તનને સુદૃઢ રાખી નીરોગી, નિર્મળ બનાવવું, યાત્રાના આ હેતુઓ હતા.
ટ્રેન, પ્લેન, સ્ટીમર, ઘોડાગાડી, બળદગાડાં, વગેરેમાં ૭૦૦૦ માઈલની મુસાફરી, જાહેર સભાઓ, ખબરપત્રીઓની મીટિંગો, રેડિયો પર ભાષણ, પવિત્ર તીર્થોમાં પૂજન-અર્ચન, ભજન, ભક્તો અને શિષ્યોનાં ઘરમાં સત્સંગ-સ્વાધ્યાય, છૂટે હાથે આધ્યાત્મિક સાહિત્યનું વિતરણ - આવી તવારીખ આ યાત્રાની રહી.
શિવાનંદજીનું વ્યક્તિત્વ અનેરું હતું. આધ્યાત્મિક આકર્ષણ,
C