________________
૨૫
આશ્રમનો વહીવટ ડૉકટર, એન્જિનિયર, પ્રોફેસર, ઝાડુવાળો, મોટરપ્રાઇવર - ઈશ્વરે જે વ્યવસાય સોંપ્યો છે તેમાંથી ચળ્યા સિવાય દરેક - આત્મસાક્ષાત્કારના અધિકારી છે. સાચી વાત છે: આત્મસાક્ષાત્કાર પહેલાં આત્મવિલોપન જરૂરી છે. આત્મવિલોપન દરેકે કેમ કરવું તેની પસંદગી તેના હાથમાં છે.
બીજી બાજુ એક એવા ગૃહસ્થ આવ્યા જેણે વિશ્વનાથ મંદિર જતાં સીડી પર સ્વામીજીને કહ્યું: ““અહીંના બ્રહ્મચારીઓ અને સંન્યાસીઓ ધ્યાન કરતાં દુન્યવી કામ કરતા વધુ દેખાય છે. ‘દિવ્ય જીવન' માસિકનું પ્રકાશન, પોસ્ટ ઑફિસ, પુસ્તકવિય વગેરેનું અહીં શું કામ ?'' સ્વામીજીએ જવાબ આપ્યો: ‘‘ભાઈ, જૂના જમાનામાં સમાજ સમજતો, રાજા-મહારાજા જાણતા અને સંતોના યોગક્ષેમની સગવડ કરતા. આજે કોઈને દરકાર નથી. શરીર સાચવવા અને આધ્યાત્મિક સાધન કરવા ખર્ચ જોઈએ તે આ રીતે મેળવવું પડે છે. સાથે સાથે દિવ્યજ્ઞાન પ્રસારથી સેવા પણ થાય છે.''
આશ્રમ જોવા આવનારમાંથી કોઈએ ટીકા કરી. ‘‘આશ્રમને વળી જાહેરાત શી ?'' સ્વામીજીનો મત હતો કે જાહેરાત જો
સ્વાર્થ પ્રેરિત હોય, દુન્યવી લાભ માટે હોય, તો કદાચ વાંધો પણ નિષ્કામ આધ્યાત્મિક કામ માટે આ સાધન વાપરવામાં હરકત ન હોઈ શકે. જાહેરાત સિવાય પાંચ માણસને સેવા પહોંચાડી શકાય તે જાહેરાત દ્વારા પાંચ લાખને પહોચે.
આશ્રમ હૉસ્પિટલ, લેપર કૉલોની, દવાખાનાં તો હતાં જ. સેવાનું ક્ષેત્ર વિકસાવવા શિષ્યો અને ભક્તો જે ડૉકટરો હતા તેમને આશ્રમમાં સારવાર કેમ્પ નેત્રયજ્ઞ, દંતયજ્ઞ વગેરે કરવા પ્રેરતા . શિ.સ. ૧