________________
અયોધ્યાકાણ એ પશ્ચાત્તાપ કરે છે. એ વરે સત્ય કરવાનું તારા હાથમાં છે. રામ, સર્વનું મૂળ સત્ય છે, એ તું અને સર્વ સજ્જને જાણે છે. તે સત્ય તારે માટે રાજા કેમ છેડી શકે?”
૪. આ સાંભળી રામ બહુ દુઃખિત સ્વરે બોલ્યા : દેવી, હું જે રાજાની આજ્ઞા ન પાળું તો મને ધિક્કાર રામનાં વતે
છે છે. રાજાની આજ્ઞાથી હું અગ્નિમાં પડવા
" તૈયાર છું. મને કહે રાજાની શી આજ્ઞા છે? રામ એકવચની, એકબાણ અને એકપત્નીવ્રતી છે. એ કઈ દિવસ અસત્ય બેલતે જ નથી.”
પ. આ પ્રમાણે રામને વચનથી બાંધી લઈ કૈકેયીએ પોતાને મળેલાં વરદાને કહી સંભળાવ્યાં, અને રાજાની પ્રતિજ્ઞાને સત્ય કરવા તરત જ અધ્યા છેડી જવા જણાવ્યું. રામે એકદમ નીકળી જવા ખુશી બતાવી. આ સંવાદ સાંભળતાં જ દશરથ મૂચ્છવશ થઈ ગયા. આથી રામને બહુ દુઃખ લાગ્યું. એણે કૈકેયીને કહ્યું : “દેવી, મને કઈ સામાન્ય માણસના જે અર્થલેભી જાણે નહીં. ઋષિઓની જેમ હું પણ પવિત્ર ધર્મને પાળવાવાળે છું. માતાપિતાની સેવા કરવી અને એમની આજ્ઞા ઉઠાવવી, એથી હું કઈ વધારે મોટે ધર્મ સમજ જ નથી. તમે મને ખરેખરે સગુણ જ નથી; નહીં તે તમે રાજાને આ દુઃખમાં નાખત નહીં. તમારે જ મને વનવાસ જવાની આજ્ઞા કરવી ઘટતી હતી. જેમાં રાજાની આજ્ઞા મને માન્ય છે, તેમ તમારી આજ્ઞા પણ મારે માથે છે. હશે હવે હું માતાની આજ્ઞા લઈ, સીતાને સમજાવી હમણાં જ નીકળી