________________
૧૨
શમ એને પગે પડયા. એની ધર્મબુદ્ધિને જાગ્રત કરવા પ્રયત્ન કર્યો. રામને આવી આજ્ઞા કરવાથી લોકોને એમના ઉપર કેટલે અણગમે થાય તેનું ભાન કરાવ્યું, પણ કેકેયી એકની બે થઈ નહીં. એ આખી રાત દશરથે શેકમાં અને કૈકેયીએ કંકાસમાં ગાળી.
૩. સવારના પહોરમાં અભિષેક માટે વસિષ્ઠ તૈયારી કરવા માંડી. ઘણે વખત થઈ ગયા છતાં દશરથ તૈયાર દશરથનો શેક થઈ આવ્યા નહીં', તેથી તેણે એક મૃતને
" દશરથ રાજાને જગાડવા મેકલ્યો. સૂતે દશરથ અને કૈકેયીની સૂતકીના જેવી દશા જોઈ, પણ તે કશું સમજી શક્યો નહીં. રાજા પણ શેક અને શરમના ઊભરાને લીધે કશું બેલી શકતો નહોતે. અને કેટલીક વારે તેણે રામને તેડી લાવવા આજ્ઞા કરી. રામ તરત જ આવી રાજાની સામે ઊભા રા; પણ દશરથની જીભ જ ઊપડતી નહોતી. એમની આંખમાંથી આંસુ ચાલ્યાં જતાં હતાં. રામ આ જોઈ ગભરાઈ ગયા અને કૈકેયીને કારણ પૂછવા લાગ્યા. દશરથ બેલે નહીં અને લાજ રાખી કૈકેયી મુંગી રહે તે પિતાને સ્વાર્થ બગડે, એ બીકથી કૈકેયીએ જ રાજાની વતી બલવાનું શરૂ કર્યું. તેણે કહ્યું: “રામ, તારી બીકથી રાજા કંઈ બોલી શકતા નથી. પોતાના પ્રિય પુત્રને કડવી આજ્ઞા સંભળાવતાં એમની જીભ ઊપડતી નથી, માટે તે વાત હું તને કહું છું તે સાંભળ. પૂર્વ રાજાએ મને બે વરદાન આપવા વચન આપ્યું હતું. તે મેં આજે માગ્યાં અને એમણે મને આપ્યાં, પણ હવે પ્રાકૃત પુરુષની માફક