________________
યુદ્ધપ
વનવાસ પૂરો થયે. પાંડવાએ અજ્ઞાતવાસમાંથી પ્રગટ થઈ પાતાના ભાગ માટે વળી માગણી કરી. અજ્ઞાતવાસનું વર્ષ ચંદ્રની કે સૂર્યની ગતિ પ્રમાણે ગણવું પડવાનું તે ઉપર મતભેદ થયા. ભીષ્મે પાંડવાની તરપ્રગટ થવું ફેણમાં નિર્ણય આપ્યા, પણ દુર્ગંધને તે સ્વીકાર્યાં નહીં. લડાઈ કર્યાં વિના હવે પાંડવાને બીજો ઇલાજ દેખાયા નહી. મદદ માગવા માટે અર્જુન દ્વારિકા દોડ્યો. દુર્યોધન પણ તે સાંભળી દ્વારિકા ગયા. કૃષ્ણે જવાબ આપ્યા : મારાથી હવે લડી શકાતું નથી. યુક્તિની બેચાર વાત જોઈતી હશે તે કહીશ. એકે મને લેવા અને ખીજાએ મારું સૈન્ય લેવું.” અર્જુને કૃષ્ણને પસંદ કર્યાં. અને દુર્યોધને સૈન્ય લીધું. બળરામ તટસ્થ રહ્યા અને યાત્રાએ નીકળી ગયા. યાદવેામાંથી કેટલાએક પાંડવાને અને કેટલાએક કૌરવાને જઈ મળ્યા. જોકે આ ટટા એક પ્રાન્ત જેટલા રાજ્ય માટે હતા, છતાં સંબંધને લીધે આખા હિંદુસ્તાનમાં તે વ્યાપી ગયા. ઠેઠ દક્ષિણ સિવાયના આખા ભારતવના ક્ષત્રિયા આ ખૂનખાર લડાઈ માટે તૈયાર થઈ કુરુક્ષેત્રમાં ભેગા થયા. દુર્યોધન તરફ અગિયાર અક્ષોહિણી અને પાંડવા તરફ સાત
૧. ૨૧૮૭૦ ગજસવાર, એટલા જ રથી, એથી ત્રણ ગણા ઘેાડેસવાર અને પાંચ ગણુા પાયદળનું લશ્કર એક અક્ષૌહિણી કહેવાય. એટલે એક અક્ષૌહિણીમાં ૨,૧૮.૭૦૦ તા લડનારા જ હોય; એ ઉપરાંત સારથિ, મહાવત વગેરે જુદા. એકદરે લગભગ ત્રણુ લાખ મનુષ્યબળ એક અક્ષૌહિણીમાં થાય.
૧૦૦