________________
નૈવેદ્ય
અવસર
મને આવી શ્રુતજ્ઞાનની ભક્તિ કરવાને આપીને પૂજ્ય સાધ્વીજી શ્રી સુલેાચનાશ્રીજીએ મારા પર અપાર ઉપકાર કર્યો છે. જ્યારે તેએશ્રીએ અમારા નવરગપુરા સંઘની વિનંતીથી નવરગપુરામાં ચાતુર્માસ કર્યુ ત્યારે મને તેએાશ્રીના પરિચય થયેા. તેઓ ‘ હીરસૌભાગ્ય ' જેવા સંસ્કૃત મહાકાવ્યના અનુવાદ કરતાં હતાં ! એ જોઈ ને, એમની વિદ્વત્તા અને જ્ઞાનરસિકતા જોઈને મને તેઓશ્રી પ્રત્યે સદ્દભાવ જાગ્યે અને ૮ હીરસૌભાગ્ય ’ના પહેલા ભાગનું પ્રકાશન અમારા સ’ઘના ઉપક્રમે કરવાના નિણુ ય કર્યાં....ભવ્ય પ્રકાશનસમારેાહ સાથે પ્રથમ ભાગ બહાર પાડયો. તે પછી પાંચ વર્ષ ખીજો ભાગ પ્રકાશિત થયા, અને ત્યારબાદ ત્રણ વર્ષે આ ત્રીજો ભાગ પ્રકાશિત થાય છે. આ રીતે ત્રણ ભાગમાં સંપૂર્ણ ‘હીરસૌભાગ્ય ’ મહાકાવ્ય એની ટીકા અને ગુજરાતી અનુવાદ સાથે પ્રકાશિત થઈ ગયું....મારા જીવનકાળમાં આ મહત્ત્વનું કા સંપૂર્ણ કર્યાના મને આનંદ છે.
પૂજ્ય સાધ્વીજી શ્રી સુલેચનાશ્રીજીના જન્મ પાટણ ( ઉ.ગુ.)માં વિ.સ’. ૧૯૮૩માં થયેલા. વિ.સં. ૧૯૯૫માં માત્ર બાર વર્ષની વયે તેમણે પૂજ્ય સાધ્વીજી મ. સુનંદાશ્રીજી પાસે ચારિત્ર અંગીકાર કર્યુ હતું. ખલ્યવયમાં દીક્ષા લઈ ને તેઓએ વિવિધ તપશ્ચર્યાએની સાથે સાથે ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, જ્યાતિષ, કમસિદ્ધાન્ત, પ્રકરણેા આદિનું તલસ્પશી જ્ઞાન મેળવ્યુ. ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાંહુજારા માઈ લેને વિહાર કર્યા છે. ‘ સ્યાદ્વાદમ જરી ' જેવા દાર્શનિક ગ્રંથને ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યા છે.
આજે તેઓને દીક્ષાજીવનમાં ૪૦ વર્ષ થયાં છે...છતાં જ્ઞાનરસિકતા તે તેવી જ ઉત્કટ છે. તેઓને છ શિષ્યાએ છે. તેએ સ્વયં શિષ્યાઓને અધ્યયન કરાવે છે. શ્રાવિકાઓને તત્ત્વજ્ઞાન વર્ગોમાં તત્ત્વજ્ઞાન આપે છે. વિદ્વાનેા સાથે તત્ત્વચર્ચાએ પણ કરે છે. સ્વ-પર સમુદાયની સાધ્વીએ ને સમાનભાવે અધ્યયન કરાવે છે.
પૂજ્ય સાધ્વીજી મ. હજી પણ આવા બીજા ધગ્રન્થાના અનુવાદ કરે, ધર્મ ગ્રન્થા ઉપર વિવેચના લખે અને પેાતાની જ્ઞાનપ્રતિભાના સંઘ અને સમાજને લાભ આપે, એવી હું વિનમ્ર પ્રાથના કરું છું. આવી રીતે ખીજાં પણ પ્રતિભાસ’પન્ન સાધ્વીજી મહારાજ જ્ઞાનાપાસનના ક્ષેત્રે પ્રગતિ કરતાં રહે તે સંઘને કેવા મહાન લાભ થાય ! પ્રાન્ત, આ ગ્રંથપ્રકાશનમાં જે કેઈ ત્રુટી રહી ગઈ હોય, તે બદલ ક્ષમા ચાહું છું.
—શાન્તિલાલ ભલાભાઇ
અમદાવાદ ૧-૮-૭૯