________________
નિવેદન
કાઁથી ઘેરાયેલા માનવીનું નહીં ધારેલું. ઘણુ ઘણુ અને છે અને ધારેલું ઘણું નથી મનતુ....છતાંય જ્યારે એક-એ વાત ધારેલી બની જાય છે ત્યારે એના અનંદનો પાર નથી રહેતા ‘ હીરસૌભાગ્ય 'નો ગુજરાતી ભાષામાં અનુવાદ થઈ જવા....અને તેનુ' ત્રણ ભાગમાં પ્રકાશિત થઈ જવું....એ વાત મારા જેવી સાધ્વી માટે કેટલી બધી આનન્દદાયી છે....એ તે મારે। આત્મા જ જાણે !
મારા જીવનની આ એક મહેચ્છા પૂર્ણ થઈ છે. સ્યાદ્વાદ માંજરીના ગુજરાતી અનુવાદનું પ્રકાશન મારા જીવનની એક પ્રબળ ઇચ્છાની પૂર્ણાહુતિ હતી, તે ‘હીરસૌભાગ્ય ’ ના ગુજરાતી અનુવાદનુ પ્રકાશન મારી એક મહેચ્છાની પૂર્ણાહુતિ છે.
મારા દ્વારા થયેલા આ અનુવાદનુ` કાળજીપૂર્ણાંક સંશેાધન કરી આપનારા એ અનામી પૂજ્યશ્રી પ્રત્યે મારી હાર્દિક કૃતજ્ઞતા પ્રદર્શિત કરું છું, આ અનુવાદને છપાવવાના કાર્યમાં (ભાગ : ૧-૨-૩) મન-વચન-કાયાથી સહયોગી બનનારા સુશ્રાવક શાન્તિલાલ ભલાભાઈ ને હાર્દિક અભિનંદન સિવાય બીજું શું આપું ? છેલ્લે છેલ્લે તેા તેઓની નાદુરસ્ત તબિયત હોધા છતાં પણ પ્રેસના ધક્કા છેાડયા નહીં અને કામ પુરુ કરાવીને જપ્યા !
મારી સાહિત્યપ્રવૃત્તિમાં મને આર્થિક દૃષ્ટિએ કયારેય મુ`ઝાબ નહીં દેનારા અમદાવાદનિવાસી સ્વ. સુશ્રાવક કીર્તિકરભાઈના પુનિત આત્માને યાદ કર્યા વિના રહી શકતી નથી, તેઓના સ્વવાસ પછી તેમના સુપુત્રાએ પણ ‘ હીરસૌભાગ્ય ’ના પ્રકાશનમાં સારા આર્થિક સહયાગ પ્રદાન કરેલે છે.
હીરસૌભાગ્ય' મહાકાવ્ય જૈનપરમ્પરાનાં સંસ્કૃત મહાકાવ્યેામાં જ નહીં, પરંતુ સમગ્ર સ’સ્કૃત સાહિત્યમાં ઉચ્ચતમ સ્થાન પ્રાપ્ત કરેલું મહાકાવ્ય છે. જેવી રીતે રઘુવંશ, કીરાતાર્જુનીય, શિશુપાલવધ, નૈષધીય આદિ મહાકાવ્યાનું અધ્યયન કરવામાં આવે છે, તેવી રીતે ‘હીરસૌભાગ્ય’ મહાંકાવ્યનું પણ જો અધ્યયન કરવામાં આવે તે સંસ્કૃત કાવ્યેાના બેધ સાથે પ્રાસંગિક અનેક તત્ત્વજ્ઞાનના વિષયેાનો પણ એધ પ્રાપ્ત થશે. આ અનુવાદથી અધ્યયન કરનારાઓને સરળતા રહેશે.
'
પ્રાન્ત, આ અનુવાદ કરવામાં, મારા ક્ષયાપશમની મંદતાથી, અજ્ઞાનતાથી કાંય પણ ક્ષતિ રહી ગઈ હોય તેા વિદ્વાનો મને ક્ષમા કરજો. આ મહુકાવ્યના અધ્યયન-આસ્વાદથી સહુ જીવા અનંદ અનુભવે !
જીરાવલાજી તી (રાજસ્થાન)
શ્રાવણ સુદ: ૧૨. વિ.સ’. ૨૦૩૫
સાધ્વી સુલેાચના