________________
આરંભપરિગ્રહ (ચાલુ)
૭) અસ્થિર, અપ્રશસ્ત પરિણામનો હેતુ છે, એમાં તો સંશય નથી; પણ જ્યાં અનિચ્છાથી ઉદયના કોઇએક યોગથી પ્રસંગ વર્તતો હોય ત્યાં પણ આત્મભાવના ઉત્કૃષ્ટપણાને બાધ કરનાર તથા આત્મસ્થિરતાને અંતરાય કરનાર, તે આરંભપરિગ્રહનો પ્રસંગ માટે થાય છે, માટે પરમ કૃપાળુ જ્ઞાની પુરુષોએ ત્યાગમાર્ગ ઉપદેશ્યો છે, તે મુમુક્ષુ જીવે દેશે અને સર્વથા અનુસરવા યોગ્ય છે.
(પૃ. ૫૬૩) - - - • - D આરંભ તથા પરિગ્રહની પ્રવૃત્તિ આત્મહિતને ઘણા પ્રકારે રોધક છે, અથવા સત્સમાગમના યોગમાં
એક વિશેષ અંતરાયનું કારણ જાણીને તેના ત્યાગરૂપે બાહ્યસંયમ જ્ઞાની પુરૂષોએ ઉપદેશ્યો છે. (પૃ. ૫૬૨-૩) D પોતાના હિતરૂપ જાણી કે સમજીને આરંભપરિગ્રહ સેવવા યોગ્ય નથી. (પૃ. ૩૫૨) -- [ અસાર અને ક્લેશરૂપ આરંભપરિગ્રહના કાર્યમાં વસતાં જો આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગૃત રહે
તો ઘણાં વર્ષનો ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે, એવો નિત્ય પ્રત્યે નિશ્રય સંભારીને નિરુપાય પ્રસંગમાં કંપતા ચિત્તે ન જ છૂટયે પ્રવર્તવું ઘટે છે. (પૃ. ૪૪૮). D જો જીવને આરંભપરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્ય અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા
જવા સંભવે છે, કેમકે આરંભપરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમનાં મૂળ છે, વૈરાગ્ય અને ઉપશમના કાળ છે. શ્રી ઠાણાંગસૂત્રમાં આરંભ અને પરિગ્રહનું બળ જણાવી પછી તેથી નિવર્તવું યોગ્ય છે એવો ઉપદેશ થવા આ ભાવે દ્વિભંગી કહી છે. ૧. જીવને મતિજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. ૨. જીવને શ્રુતજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. ૩. જીવને અવધિજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. ૪. જીવને મન:પર્યવજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં
સુધી. ૫. જીવને કેવળજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. એમ કહી દર્શનાદિના ભેદ જણાવી સત્તર વાર તે ને તે વાત જણાવી છે કે, તે આવરણો ત્યાં સુધી હોય કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય. આવું આરંભપરિગ્રહનું બળ જણાવી ફરી અર્થપત્તિરૂપે પાછું તેનું ત્યાં જ કથન કર્યું છે. ૧. જીવને મતિજ્ઞાન ક્યારે ઊપજે? આરંભપરિગ્રહથી નિવર્યો. ૨. જીવને શ્રુતજ્ઞાન ક્યારે ઊપજે ? આરંભપરિગ્રહથી નિવર્યો. ૩. જીવને અવધિજ્ઞાન ક્યારે ઊપજે ? આરંભપરિગ્રહથી નિવ. ૪. જીવને મન:પર્યવજ્ઞાન ક્યારે ઊપજે? આરંભપરિગ્રહથી નિવર્યો. ૫. જીવને કેવળજ્ઞાન કયારે ઊપજે ? આરંભપરિગ્રહથી નિવત્યું. એમ સત્તર પ્રકાર ફરીથી કહી આરંભપરિગ્રહની નિવૃત્તિનું ફળ જ્યાં છેવટે કેવળજ્ઞાન છે ત્યાં સુધી