________________
Fe
આયુષ્ય
D આયુષના બે પ્રકાર છે :
:
આરંભપરિગ્રહ
પ્રત્યક્ષ અનુભવાય એવું છે.
તથારૂપ આપ્તપુરુષના અભાવ જેવો આ કાળ વર્તે છે. તોપણ આત્માર્થી જીવે તેવો સમાગમ ઇચ્છતાં તેના અભાવે પણ વિશુદ્ધિસ્થાનકના અભ્યાસનો લક્ષ અવશ્ય કરીને કર્તવ્ય છે. (પૃ. ૬૦૨-૩)
આપ્તપુરુષ ક્ષુધાતૃષાદિ અઢાર દોષ રહિત હોય છે. (પૃ. ૭૬૧)
(૧) સોપક્રમ અને (૨) નિરુપક્રમ.
આમાંથી જે પ્રકારનું બાંધ્યું હોય તે પ્રકારનું ભોગવાય છે. (પૃ. ૭૬૪)
પુણ્ય, પાપ અને આયુષ્ય એ કોઇ બીજાને ન આપી શકે. તે દરેક પોતે જ ભોગવે. (પૃ. ૬૭૭)
આયુષ્ય પાણીનાં મોજાં જેવું છે. પાણીનો હિલોળો આવ્યો કે ગયો તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં પડવું પડે છે. (પૃ. ૩૬)
D ભગવાને ઉત્તરાધ્યયનસૂત્રમાં ગૌતમને કહ્યું કે, હે ગૌતમ ! મનુષ્યનું આયુષ્ય ડાભની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. જેમ તે બિંદુને પડતાં વાર લાગતી નથી, તેમ આ મનુષ્યાયુ જતાં વાર લાગતી નથી. (પૃ. ૯૪)
D સૂર્યના ઉદ્યોતની પેઠે દિવસ ચાલ્યો જાય; તેમ અંજળિજળની માફક આયુષ ચાલ્યું જાય. લાકડું કરવતથી વહેરાય તેમ આયુષ્ય ચાલ્યું જાય છે; તોય મૂર્ખ પરમાર્થ સાધતો નથી; ને મોહના જથ્થા ભેળા કરે છે. (પૃ. ૭૨૮)
D ગયેલી એક પળ પણ પાછી મળતી નથી, અને તે અમૂલ્ય છે, તો પછી આખી આયુષ્યસ્થિતિ ! એક પળનો હીન ઉપયોગ તે એક અમૂલ્ય કૌસ્તુભ ખોવા કરતાં પણ વિશેષ હાનિકારક છે, તો તેવી સાઠ પળની એક ઘડીનો હીન ઉપયોગ કરવાથી કેટલી હાનિ થવી જોઇએ ? એમ જ એક દિન, એક પક્ષ, એક માસ, એક વર્ષ અને અનુક્રમે આખી આયુષ્ય સ્થિતિનો હીન ઉપયોગ એ કેટલી હાનિ અને કેટલા અશ્રેયનું કારણ થાય એ વિચાર શુક્લ હ્રદયથી તરત આવી શકશે. (પૃ. ૪૮૬)
આયુષ થોડું છે, અને કાર્ય મહાભારત કરવાનું છે. જેમ હોડી નાની હોય અને મોટો મહાસાગર તરવાનો હોય તેમ આયુષ થોડું છે, અને સંસારરૂપી મહાસાગર તરવો છે. (પૃ. ૭૦૪-૫)
હાલના વખતમાં મનુષ્યોનું કેટલુંક આયુષ્ય બાળપણામાં જાય, કેટલુંક સ્ત્રી પાસે જાય, કેટલુંક નિદ્રામાં જાય, કેટલુંક ધંધામાં જાય, અને સહેજ રહે તે કુગુરુ લૂંટી લે. એટલે મનુષ્યભવ નિરર્થક ચાલ્યો જાય. (પૃ. ૬૮૪)
2 આયુષનો બંધ હોય તે રોકાય નહીં. (પૃ. ૭૧૩)
— સંબંધિત શિર્ષક : કર્મ-આયુષ્ય
આરંભપરિગ્રહ
D આરંભ અને પરિગ્રહનો ઇચ્છાપૂર્વક પ્રસંગ હોય તો આત્મલાભને વિશેષ ઘાતક છે, અને વારંવાર