________________
માર્ગાનુસારી
સર્વોત્કૃષ્ટ ભૂમિકા પર્યંતમાં શ્રુતજ્ઞાન (જ્ઞાનીપુરુષનાં વચનો) નું અવલંબન જે જે વખતે મંદ પડે છે, તે તે વખતે કંઇ કંઇ ચપળપણું સત્પુરુષો પણ પામી જાય છે, તો પછી સામાન્ય મુમુક્ષુ જીવો કે જેને વિપરીત સમાગમ, વિપરીત શ્રુતાદિ અવલંબન રહ્યા છે. તેને વારંવાર વિશેષ વિશેષ ચપળપણું થવા યોગ્ય છે. એમ છે તોપણ જે મુમુક્ષુઓ સત્સમાગમ, સદાચાર અને સત્શાસ્ત્રવિચારરૂપ અવલંબનમાં ઢઢ નિવાસ કરે છે, તેને સર્વોત્કૃષ્ટ ભૂમિકાપર્યંત પહોંચવું કઠણ નથી; કઠણ છતાં પણ કઠણ નથી. (પૃ. ૬૧૧, આંક ૭૯૯)
૩૯૧
ઉપરની ભૂમિકાઓમાં પણ અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વાસનાનું સંક્રમણ થઇ આવે છે, અને આત્માને વારંવાર આકુળ વ્યાકુળ કરી દે છે; વારંવાર એમ થયા કરે છે કે હવે ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થવી દુર્લભ જ છે, અને વર્તમાન ભૂમિકામાં સ્થિતિ પણ ફરી થવી દુર્લભ છે. એવા અસંખ્ય અંતરાયપરિણામ ઉપરની ભૂમિકામાં પણ બને છે, તો પછી શુભેચ્છાદિ ભૂમિકાએ તેમ બને એ કંઇ આશ્ચર્યકા૨ક નથી. તેવા અંતરાયથી ખેદ નહીં પામતાં આત્માર્થી જીવે પુરુષાર્થષ્ટિ કરવી અને શૂરવીરપણું રાખવું, હિતકારી દ્રવ્ય ક્ષેત્રાદિ યોગનું અનુસંધાન કરવું, સત્શાસ્ત્રનો વિશેષ પરિચય રાખી વારંવાર હઠ કરીને પણ મનને સદ્વિચારમાં પ્રવેશિત કરવું, અને મનના દુરાત્મ્યપણાથી આકુળ વ્યાકુળતા નહીં પામતાં ધૈર્યથી સવિચારપંથે જવાનો ઉદ્યમ કરતાં જય થઇ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે, અને અવિક્ષેપપણું પ્રાપ્ત થાય છે. (પૃ. ૬૧૪, આંક ૮૧૩)
I શ્રી હરિભદ્રત ‘યોગષ્ટિસમુચ્ચય' ની પદ્ધતિએ ગુર્જર ભાષામાં શ્રી યશોવિજયજીએ સ્વાધ્યાયની રચના કરી છે. શુભેચ્છાથી માંડીને નિર્વાણ પર્યંતની ભૂમિકાઓમાં બોધતારતમ્ય તથા ચારિત્રવભાવનું તારતમ્ય મુમુક્ષુ જીવને વારંવાર શ્રવણ કરવા યોગ્ય, વિચાર કરવા યોગ્ય અને સ્થિતિ કરવા યોગ્ય આશયથી તે ગ્રંથમાં પ્રકાશ્યું છે. (પૃ. ૬૧૪, આંક ૮૧૪)
D ઉપરની ભૂમિકાવાળા નીચેની ભૂમિકાવાળાની બરોબર નથી, પરંતુ નીચેની ભૂમિકાવાળાથી ઠીક છે. પોતે જે વ્યવહારમાં હોય તેથી બીજાનો ઊંચો વ્યવહાર જોવામાં આવે તો તે ઊંચા વ્યવહારનો નિષેધ કરવો નહીં, કારણકે મોક્ષમાર્ગને વિષે કશો ફેરફાર છે નહીં. (પૃ. ૭૫૪, વ્યાખ્યાનસાર-૧)
E અમારી પારોથી તેવા વ્યવહારની યાચના બે પ્રકારે તમારાથી થઇ છે :
એક તો કંઇ સિદ્ધિયોગથી દુઃખ મટાડી શકાય તેવા આશયની, અને બીજી યાચના કંઇવેપાર રોજગારાદિની. બેમાંની એકે યાચના તમારી અમારી પાસે થાય, તે તમારા આત્માને હિતનું કારણ રોધનાર, અને અનુક્રમે મલિન વાસનાનો હેતુ થાય; કેમકે જે ભૂમિકામાં જે ઘટે નહીં તે જીવ તે કરે તો તે ભૂમિકાનો તેને સહેજે ત્યાગ થાય, એમાં કંઇ સંદેહ નથી. (પૃ. ૪૪૨, આંક ૫૫૦)
I સંબંધિત શિર્ષક : અંતરાય. (પૃ. ૬૧૨, આંક ૮૦૬)
માર્ગાનુસારી
પૂર્વ કાળમાં જે જે જ્ઞાનીપુરુષના પ્રસંગો વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે; તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે; તે શ્રવણને, શ્રવણના કર્તાને, અને તેમાં ભક્તિભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત્ છે. તે આત્મસ્વરૂપમાં ભક્તિ,ચિંતન આત્મવ્યાખ્યાની જ્ઞાનીપુરુષની વાણી અથવા જ્ઞાનીનાં શાસ્ત્રો કે માર્ગાનુસારી જ્ઞાનીપુરુષના સિદ્ધાંત, તેની અપૂર્વતાને પ્રણામ અતિ ભક્તિએ કરીએ છીએ. (પૃ. ૩૮૧, આંક ૪૬૫)