SearchBrowseAboutContactDonate
Page Preview
Page 806
Loading...
Download File
Download File
Page Text
________________ પરમકૃપાળદેવ અને ... ૭૭૯ વૃદ્ધ - તમે ત્વરા ન કરો. તેનું સમાધાન હમણાં જ તમને મળી શકશે, મળી જશે. ઠીક, આપની તે વાતને સમ્મત થઉં છું. વૃદ્ધ :- આ ‘પ'ના અંકવાળા એ કંઇક પ્રયત્ન પણ કરે છે. બાકી “જ'ના પ્રમાણે છે. ” સર્વ પ્રકારે પ્રયત્ન કરે છે. પણ પ્રમત્તદશાથી પ્રયત્નમાં મંદતા આવી જાય છે. ૧૭’ સર્વ પ્રકારે અપ્રમત્તપ્રયત્ની છે. ‘૮-૯-૧૦' તેના કરતાં ક્રમે ઉજ્જવળ, પણ તે જ જાતિના છે. “૧૧'ના અંકવાળા પતિત થઇ જાય છે માટે અહીં તેનું આગમન નથી. દર્શન થવા માટે બારમે જ હું-હમણાં હું તે પદને સંપૂર્ણ જોવાનો છું. પરિપૂર્ણતા પામવાનો છું. આયુષ્યસ્થિતિ પૂરી થયે તમે જોયેલું પદ, તેમાં એક મને પણ જોશો. પિતાજી, તમેં મહાભાગ્ય છો. આવા અંક કેટલા છે? વૃદ્ધ :- ત્રણ અંક પ્રથમના તમને અનુકૂળ ન આવે. અગિયારમાનું પણ તેમ જ. ‘૧૩-૧૪' તમારી પાસે આવે એવું તેમને નિમિત્ત રહ્યું નથી. “૧૩' યત્કિંચિત્ આવે; પણ પૂર્વકર્મ હોય તો તેઓનું આગમન થાય, નહીં તો નહીં. ચૌદમાનું આગમનકારણ માગશો નહીં, કારણ નથી. (નેપથ્ય) “તમે એ સઘળાંનાં અંતરમાં પ્રવેશ કરો. હું સહાયક થઉં છું.” ચાલો. ૪થી ૧૧+૧૨ સુધી ક્રમે ક્રમે સુખની ઉત્તરોત્તર ચઢતી લહરીઓ છૂટતી હતી. વધુ શું કહીએ? મને તે બહુ પ્રિય લાગ્યું; અને એ જ મારું પોતાનું લાગ્યું. વૃદ્ધે મારા મનોગત ભાવ જાણીને કહ્યું : એ જ તમારો કલ્યાણમાર્ગ. જાઓ તો ભલે; અને આવો તો આ સમુદાય રહ્યો. ઊઠીને ભળી ગયો (સ્વવિચારભુવન, દ્વાર પ્રથમ) (પૃ. ૭૯૨-૪) | સ્વરૂપ . છેવટનું રવરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતાં બાકી સર્વ અનુભવાયું છે. એક દેશ સમજાયા વિના રહ્યો નથી; પરંતુ યોગ (મન, વચન, બયા) થી અસંગ થવા વનવાસની આવશ્યક્તા છે; અને એમ થયે એ દેશ અનુભવાશે, અર્થાત્ તેમાં જ રહેવાશે; પરિપૂર્ણ લોકલોકજ્ઞાન ઉત્પન્ન થશે; અને એ ઉત્પન્ન કરવાની (તેમ) આકાંક્ષા રહી નથી, છતાં ઉત્પન્ન કેમ થશે ? એ વળી આશ્ચર્યકારક છે ! પરિપૂર્ણ રવરૂપજ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે અને એ સમાધિમાંથી નીકળી લોકાલોકદર્શન પ્રત્યે જવું કેમ બનશે ? એ પણ એક મને નહીં પણ પત્ર લખનારને વિકલ્પ થાય છે ! (પૃ. ૨૫૭) અમે તો કંઈ તેવું જ્ઞાન ધરાવતા નથી કે જેથી ત્રણે કાળ સર્વ પ્રકારે જણાય, અને અમને એવા જ્ઞાનનો કંઈ વિશેષ લક્ષે નથી; અમને તો વાસ્તવિક એવું જ સ્વરૂપ તેની ભકિત અને અસંગતા, એ પ્રિય છે. (પૃ. ૨૭૦) T જણાવ્યા જેવું તો મન છે, કે જે સસ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે (નાગ જેમ મોરલી ઉપ૨); તથાપિ તે દશા વર્ણવવાની સત્તા સર્વાધાર હરિએ વાણીમાં પૂર્ણ મૂકી નથી; અને લેખમાં તો તે વાણીનો અનંતમો ભાગ માંડ આવી શકે; એવી તે દશા તે સર્વનું કારણ એવું જે પુરુષોત્તમસ્વરૂપ તેને વિષે અમને તમને
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy