SearchBrowseAboutContactDonate
Page Preview
Page 799
Loading...
Download File
Download File
Page Text
________________ પરમકૃપાળુદેવ અને ... ૭૭૨ ખાતાં સંસારસમુદ્ર માંડ તરવા દે છે, તથાપિ સમયે સમયે તે પરિશ્રમનો અત્યંત પ્રવિંદ ઉત્પન્ન થયા કરે છે; અને ઉતાપ ઉત્પન્ન થઇ સત્સંગરૂપ જળની તૃષા અત્યંતપણે રહ્યા કરે છે; અને એ જ દુઃખ લાગ્યા કરે છે. (પૃ. ૩૭૫) T સર્વ પ્રકારની ઉપાધિ, આધિ, વ્યાધિથી મુક્તપણે વર્તતા હોઇએ તોપણ સત્સંગને વિષે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર એમ અમને વસ્યા કરે છે, તથાપિ ઉદયજોગ પ્રારબ્ધથી તેવો અંતરાય વર્તે છે. ઘણું કરી કોઈ વાતનો ખેદ “અમારા’ આત્માને વિષે ઉત્પન્ન થતો નથી, તથાપિ સત્સંગના અંતરાયનો ખેદ અહોરાત્ર ઘણું કરી વર્યા કરે છે. “સર્વ ભૂમિઓ, સર્વ માણસો, સર્વ કામો, સર્વ વાતચીતાદિ પ્રસંગો અજાણ્યાં જેવા, સાવ પરનાં, ઉદાસીન જેવાં, અરમણીય, અમોહકર અને રસરહિત સ્વાભાવિકપણે ભાસે છે.” માત્ર જ્ઞાની પુરુષો, મુમુક્ષુપુરુષો, કે માર્ગનુસારીપુરુષોનો સત્સંગ તે જાણીતો, પોતાનો, પ્રીતિકર, સુંદર, આકર્ષનાર અને રસસ્વરૂપ ભાસે છે. એમ હોવાથી અમારું મન ઘણું કરી અપ્રતિબદ્ધપણું ભજતું ભજતું તમ (શ્રી સૌભાગ્યભાઇ) જેવા માર્ગેચ્છાવાન પુરુષોને વિષે પ્રતિબદ્ધપણું પામે છે. (પૃ. ૩૯૩) જ્ઞાની પુરુષોએ અપ્રતિબદ્ધપણાને પ્રધાનમાર્ગ કહ્યો છે, અને સર્વથી અપ્રતિબદ્ધદશાને વિષે લક્ષ રાખી પ્રવૃત્તિ છે, તોપણ સત્સંગાદિને વિષે હજી અમને પણ પ્રતિબદ્ધબુદ્ધિ રાખવાનું ચિત્ત રહે છે. (પૃ. ૪૧૫) જ્ઞાની પુરુષ કે જેને એકાંતે વિચરતાં પણ પ્રતિબંધ સંભવતો નથી, તે પણ સત્સંગની નિરંતર ઇચ્છા રાખે છે, કેમકે જીવને જો અવ્યાબાધ સમાધિની ઇચ્છા હોય તો સત્સંગ જેવો કોઈ સરળ ઉપાય નથી. આમ હોવાથી દિન દિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે, ઘણી વાર ક્ષણે ક્ષણે સત્સંગ આરાધવાની જ ઈચ્છા વર્ધમાન થયા કરે છે. (પૃ. ૪૨૨) સમાધિ | D અત્ર સમાધિ છે. પૂર્ણજ્ઞાને કરીને યુક્ત એવી જે સમાધિ તે વારંવાર સાંભરે છે. (પૃ. ૩૧૫) 1 ચો તરફ ઉપાધિની જ્વાલા પ્રજ્વલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે, અને એ વાત તો પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઇ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્યા જ કરે છે, એવો અનુભવ છે. આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્રલ રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે. (પૃ. ૩૧૫) D સાંસારિક ઉપાધિ અમને પણ ઓછી નથી. તથાપિ તેમાં સ્વપણું રહ્યું નહીં હોવાથી તેથી ગભરાટ ઉત્પન્ન થતો નથી. તે ઉપાધિના ઉદયકાળને લીધે હાલ તો સમાધિ ગૌણભાવે વર્તે છે; અને તે માટેનો શોચ રહ્યા કરે છે. (પૃ. ૩૧૭) અમને તો ગમે તેમ હો તોપણ સમાધિ જ રાખ્યા કરવાની વૃઢતા રહે છે. (પૃ. ૩૨૨) D અન્યભાવને વિષે જોકે આત્મભાવ ઉત્પન્ન થતો નથી, અને એ જ મુખ્ય સમાધિ છે. (પૃ. ૩૩૮) I અપૂર્વ શાંતિ અને સમાધિ અચળપણે વર્તે છે. કુંભક, રેચક પાંચે વાયુ સર્વોત્તમ ગતિને આરોગ્યબળ સહિત આપે છે. (પૃ. ૬૫૧)
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy