SearchBrowseAboutContactDonate
Page Preview
Page 798
Loading...
Download File
Download File
Page Text
________________ પરમકૃપાળુદેવ અને ... ૭૭૧ અંતર્મુહૂર્તમાં ઉત્પન્ન કર્યું છે, તો પછી વર્ષ છ માસ કાળમાં આટલો આ વ્યવહાર કેમ નિવૃત્ત નહીં થઇ શકે ? માત્ર જાગૃતિના ઉપયોગાંતરથી તેની સ્થિતિ છે, અને તે ઉપયોગનાં બળને નિત્ય વિચાર્યેથી અલ્પ કાળમાં તે વ્યવહાર નિવૃત્ત થઇ શકવા યોગ્ય છે. તોપણ તેની કેવા પ્રકારે નિવૃત્તિ કરવી, એ હજી વિશેષપણે મારે વિચારવું વટે છે એમ માનું છું, કેમકે વીર્યને વિષે કંઇ પણ મંદ દશા વર્તે છે. તે મંદ દશાનો હેતુ શો ? ઉદયબળે પ્રાપ્ત થયો એવો પરિચય માત્ર પરિચય, એમ કહેવામાં કંઇ બાધ છે ? તે પરિચયને વિષે વિશેષ અરુચિ રહે છે, તે છતાં તે પરિચય કરવો રહ્યો છે. તે પરિચયનો દોષ કહી શકાય નહીં, પણ નિજદોષ કહી શકાય. અરુચિ હોવાથી ઇચ્છારૂપ દોષ નહીં કહેતાં ઉદયરૂપ દોષ કહ્યો છે. (પૃ. ૮૦૪-૫) ... શાંતિ ... ઘણો વિચાર કરી નીચેનું સમાધાન થાય છે. એકાંત દ્રવ્ય, એકાંત ક્ષેત્ર, એકાંત કાળ અને એકાંત ભાવરૂપ સંયમ આરાધ્યા વિના ચિત્તની શાંતિ નહીં થાય એમ લાગે છે. એવો નિશ્ચય રહે છે. (પૃ. ૮૦૫) સત્સંગ સત્સંગનો લેશ અંશ પણ નહીં મળવાથી બિચારો આ આત્મા વિવેકઘેલછા ભોગવે છે. (પૃ. ૧૬૯) એક સમય પણ વિરહ નહીં, એવી રીતે સત્સંગમાં જ રહેવાનું ઇચ્છીએ છીએ. પણ તે તો હરિઇચ્છાવશ છે. (પૃ. ૩૦૪) કાળ વિષમ આવી ગયો છે. સત્સંગનો જોગ નથી, અને વીતરાગતા વિશેષ છે, એટલે ક્યાંય સાતું નથી, અર્થાત્ મન વિશ્રાંતિ પામતું નથી. અનેક પ્રકારની વિટંબના તો અમને નથી, તથાપિ નિરંતર સત્સંગ નહીં એ મોટી વિટંબના છે. લોકસંગ રુચતો નથી. (પૃ. ૩૦૬) અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે; કુટુંબથી, ધનથી, પુત્રથી, ‘વૈભવથી', સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે; તે મનને પણ સત્સંગને વિષે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે; તેમ છતાં અમે અને તમે (શ્રી સૌભાગ્યભાઇ) હાલ પ્રત્યક્ષપણે તો વિયોગમાં રહ્યા કરીએ છીએ, એ પણ પૂર્વ નિબંધનનો કોઇ મોટો પ્રબંધ ઉદયમાં હોવાનું સંભાવ્ય કારણ છે. (પૃ. ૩૨૩) ... નિરંતર ચિત્તમાં સત્સંગની ભાવના વર્ત્યા કરે છે. સત્સંગનું અત્યંત માહાત્મ્ય પૂર્વભવે વેદન કર્યું છે; તે ફરી ફરી સ્મૃતિરૂપ થાય છે અને નિરંતર અભંગપણે તે ભાવના સ્ફુરિત રહ્યા કરે છે. (પૃ. ૩૩૨) અમ જેવા સત્સંગને નિરંતર ભજે છે, તો તે તમને (શ્રી અંબાલાલભાઇને) કેમ અભજ્ય હોય ? તે જાણીએ છીએ; પણ હાલ તો પૂર્વકર્મને ભજીએ છીએ એટલે તમને બીજો માર્ગ કેમ બતાવીએ ? તે તમે વિચારો. (પૃ. ૩૪૮) — અમે સત્સંગની તથા નિવૃત્તિની કામના રાખીએ છીએ, તો પછી તમ સર્વેને (શ્રી કૃષ્ણદાસભાઇ, વગેરેને) એ રાખવી ઘટે એમાં કંઇ આશ્ચર્ય નથી. (પૃ. ૩૭૩) પ્રાયે સર્વ કામના પ્રત્યે ઉદાસીનપણું છે, એવા અમને પણ આ સર્વ વ્યવહાર અને કાળાદિ ગળકાં ખાતાં
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy