________________
પરમકૃપાળુદેવ અને ...
૭૬૩
જીવને ઉપકારી થાય એટલો વિરોધ આવે છે. (પૃ. ૮૧૩) સ્વપ૨ પ૨મોપકારક પરમાર્થમય સત્યધર્મ જયવંત વર્તો.
આશ્ચર્યકારક ભેદ પડી ગયા છે. ખંડિત છે. સંપૂર્ણ કરવાનું સાધન દુર્ગમ્ય દેખાય છે. તે પ્રભાવને વિષે મહત્ અંતરાય છે. દેશકાળાદિ ઘણા પ્રતિકૂળ છે. વીતરાગોનો મત લોકપ્રતિકૂળ થઇ પડચો છે. ફીથી જે લોકો તેને માને છે તેના લક્ષમાં પણ તે સુપ્રતીત જણાતો નથી, અથવા અન્યમત તે વીતરાગોનો મત સમજી પ્રવર્તો જાય છે. યથાર્થ વીતરાગોનો મત સમજવાની તેમનામાં યોગ્યતાની ઘણી ખામી છે. ટ્રુષ્ટિરાગનું પ્રબળ રાજ્ય વર્તે છે. વેષાદિ વ્યવહારમાં મોઠી વિટંબણા કરી મોક્ષમાર્ગનો અંતરાય કરી બેઠા છે. તુચ્છ પામર પુરુષો વિરાધક વૃત્તિના ધણી અગ્રભાગે વર્તે છે. કિંચિત્ સત્ય બહાર આવતાં પણ તેમને પ્રાણઘાતતુલ્ય દુઃખ લાગતું હોય એમ દેખાય છે. ત્યારે તમે શા માટે તે ધર્મનો ઉદ્ધાર ઇચ્છો છો? પરમ કારુણ્યસ્વભાવથી. તે સદ્ધર્મ પ્રત્યેની પરમ ભક્તિથી (પૃ. ૮૨૨)
.. મુક્તપણું
2 ચિત્તને વિષે જેવું આ ઉપાધિયોગ આરાધીએ છીએ ત્યારથી મુક્તપણું વર્તે છે, તેવું મુક્તપણું અનુપાધિપ્રસંગમાં પણ વર્તતું નહોતું; એવી નિશ્રળદશા માગશર સુદ ૬ થી એકધારાએ વર્તી આવી છે. (આ પત્ર શ્રાવણ વદમાં લખાયો છે.) (પૃ. ૩૪૯)
...
***
મુમુક્ષુ
મારું અંતરનું અંગ એવું છે કે ૫૨માર્થપ્રસંગથી કોઇ મુમુક્ષુ જીવને મારો પ્રસંગ થાય તો જરૂર તેને મારા પ્રત્યે પરમાર્થના હેતુની જ ઇચ્છા હે તો જ તેનું શ્રેય થાય; પણ દ્રવ્યાદિ કારણની કંઇ પણ વાંછા રહે અથવા તેવા વ્યવસાયનું મને તેનાથી જણાવવું થાય, તો પછી અનુક્રમે તે જીવ મલિન વાસનાને પામી મુમુક્ષુતાનો નાશ કરે, એમ મને નિશ્ચય રહે છે; (પૃ. ૪૪૧)
મોક્ષ
આટલું હોય તો હું મોક્ષની ઇચ્છા કરતો નથી : આખી સૃષ્ટિ સીલને સેવે, નિયમિત આયુષ્ય, નીરોગી શરીર, અચળ પ્રેમી પ્રેમદા, આજ્ઞાંકિત અનુચર, કુળદીપક પુત્ર, જીવનપર્યંત બાલ્યાવસ્થા, આત્મતત્ત્વનું ચિંતવન. (પૃ. ૧૫૬)
જૈનના આગ્રહથી જ મોક્ષ છે; એમ આત્મા ઘણા વખત થયાં માનવું ભૂલી ગયો છે. મુક્ત ભાવમાં (!) મોક્ષ છે એમ ધારણા છે. (પૃ. ૨૧૮)
હાલ તો અમે અત્રપણે વર્તીએ છીએ, એટલે કોઇ પ્રકારની જ્ઞાનવાર્તા પણ જણાવી શકાતી નથી; પણ મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે, એ તો નિઃશંક વાર્તા છે. (પૃ. ૩૨૮)
યોગ્યતા
— યથાયોગ્ય દશાનો હજુ મુમુક્ષુ છું. કેટલીક પ્રાપ્તિ છે. તથાપિ સર્વ પૂર્ણતા પ્રાપ્ત થયા વિના આ જીવ શાંતિને પામે એવી દશા જણાતી નથી. એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રોમમાં પણ તેને પ્રિય નથી. અધિક શું કહેવું ? પરના પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી તો ? (પૃ. ૨૨૫)
રાગ
હું સંસા૨થી લેશ પણ રાગસંયુક્ત નથી છતાં તેને જ ભોગવું છું; કાંઇ મેં ત્યાગ્યું નથી. (પૃ. ૧૫૮)