________________
0 0
0
પરમકૃપાળુદેવ અને ...
૭૬૨ અને તેનાં મૂળ ઘણાં ઊંડાં ગયેલાં છે. મૂળમાર્ગથી લોકો લાખો ગાઉ દૂર છે એટલું જ નહીં પણ મૂળમાર્ગની જિજ્ઞાસા તેમને ઉત્પન્ન કરાવવી હોય, તોપણ ઘણા કાળનો પરિચય થયે પણ થવી કઠણ પડે એવી તેમની દુરાગ્રહાદિથી જડપ્રધાન દશા વર્તે છે. ઉન્નતિનાં સાધનોની સ્મૃતિ કરું છું : ૦ બોધબીજનું સ્વરૂપનિરૂપણ મૂળમાર્ગ પ્રમાણે ઠામ ઠામ થાય. ૦ ઠામ ઠામ મતભેદથી કંઈ જ કલ્યાણ નથી એ વાત ફેલાય. ૦ પ્રત્યક્ષ સદ્ગુરુની આજ્ઞાએ ધર્મ છે એમ વાત લક્ષમાં આવે. ૦ દ્રવ્યાનુયોગ,- આત્મવિદ્યાપ્રકાશ થાય. ૦ ત્યાગવૈરાગ્યના વિશેષપણાથી સાધુઓ વિચરે. ૦ નવતત્ત્વપ્રકાશ.
સાધુધર્મપ્રકાશ. ૦ શ્રાવકધર્મપ્રકાશ. ૦ વિચાર.
૦ ઘણા જીવોને પ્રાપ્તિ. (પૃ. ૫૧૯) D મુમુક્ષ તથા બીજા જીવોના ઉપકારને નિમિત્તે જે ઉપકારશીલ બાહ્ય પ્રતાપની સૂચના - વિજ્ઞાપન દર્શાવ્યું,
તે અથવા બીજા કોઇ કારણો કોઈ અપેક્ષાએ ઉપકારશીલ થાય છે. હાલ તેવા પ્રવૃત્તિસ્વભાવ પ્રત્યે ઉપશાંતવૃત્તિ છે. (પૃ. ૬૩૬). પરમ સત્કૃતના પ્રચારરૂપ એક યોજના ઘારી છે. તે પ્રચાર થઇ પરમાર્થમાર્ગ પ્રકાશ પામે તેમ થશે. (પૃ. ૬૭૧) અમારી આજ્ઞાએ વર્તતાં જો પાપ લાગે તો તે અમે અમારે શિર ઓઢી લઇએ છીએ; કારણ કે જેમ રસ્તા ઉપર કાંટા પડ્યા હોય તે કોઇને વાગશે એમ જાણી માર્ગે ચાલતાં ત્યાંથી ઉપાડી લઈ ફોઇને જ્યાં ન લાગે તેવી બીજી એકાંત જગોએ કોઈ મૂકે તો કાંઈ તેણે રાજ્યનો ગુનો કર્યો કહેવાય નહીં, તેમ રાજા તેનો દંડ કરે નહીં; તેમ મોક્ષનો શાંત માર્ગ બતાવતાં પાપ કેમ સંભવે ? (પૃ. ૭૭૧). જેનાથી માર્ગ પ્રવર્યા છે, એવા મોટા પુરુષના વિચાર, બળ, નિર્ભયતાદિ ગુણો પણ મોટા હતા. એક રાજય પ્રાપ્ત કરવામાં જે પરાક્રમ ઘટે છે, તે કરતાં અપૂર્વ અભિપ્રાય સહિત ધર્મસંતતિ પ્રવર્તવામાં વિશેષ પરાક્રમ ઘટે છે. તથારૂપ શકિત થોડા વખત પૂર્વે અત્ર જણાતી હતી, હાલ તેમાં વિકળતા જોવામાં આવે છે તેનો હેતુ શો હોવો જોઇએ તે વિચારવા યોગ્ય છે. દર્શનની રીતે આ કાળમાં ધર્મ પ્રવર્તે એથી જીવોનું કલ્યાણ છે કે સંપ્રદાયની રીતે પ્રવર્તે તો જીવોનું કલ્યાણ છે તે વાત વિચારવા યોગ્ય છે. સંપ્રદાયની રીતે ઘણા જીવોને તે માર્ગ પ્રહણ થવા યોગ્ય થાય, દર્શનની રીતે વિરલ જીવોને ગ્રહણ થાય. જો જિનને અભિમતે માર્ગ નિરૂપણ કરવા યોગ્ય ગણવામાં આવે, તો તે સંપ્રદાયના પ્રકારે નિરૂપણ થવો વિશેષ અસંભવિત છે, કેમકે તેની રચનાનું સાંપ્રદાયિક સ્વરૂપ થવું કઠણ છે. દર્શનની અપેક્ષાએ કોઇક