________________
| પરમકૃપાળુદેવ અને
૭પ૩ મંદતાનો ખેદ છે. તે ધર્મની વિધિ, અર્થની વિધિ, કામની વિધિ, અને તેને આધારે મોક્ષની વિધિને પ્રકાશી શકે તેવો છે. ઘણા જ થોડા પુરુષોને પ્રાપ્ત થયો હશે એવો એ કાળનો ક્ષયોપશમી પુરુષ છે. તેને પોતાની સ્મૃતિ માટે ગર્વ નથી, તર્ક માટે ગર્વ નથી, તેમ તે માટે તેનો પક્ષપાત પણ નથી; તેમ છતાં કંઈક બહાર રાખવું પડે છે, તેને માટે ખેદ છે. તેનું અત્યારે એક વિષય વિના બીજા વિષયપ્રતિ ઠેકાણું નથી. તે પુરુષ જોકે તીક્ષ્ણ ઉપયોગવાળો છે; તથાપિ તે તીક્ષ્ણ ઉપયોગ બીજા કોઈ પણ વિષયમાં વાપરવા તે પ્રીતિ ધરાવતો નથી. (પૃ. ૭૯૧-૨) હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. અસંખ્યાત પ્રદેશાત્મક નિજઅવગાહનાપ્રમાણ છું. અજન્મ, અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક છું. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. (પૃ. ૮૨૮) હું કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સહજ નિજ અનુભવશ્વરૂપ છે. વ્યવહારષ્ટિથી માત્ર આ વચનનો વક્તા છે. પરમાર્થથી તો માત્ર તે વચનથી વ્યંજિત મૂળ અર્થરૂપ છું. તમારાથી જગત ભિન્ન છે, અભિન્ન છે, ભિન્નભિન્ન છે? ભિન્ન, અભિન્ન, ભિન્નભિન્ન, એવો અવકાશ સ્વરૂપમાં નથી. વ્યવહારદૃષ્ટિથી તેનું નિરૂપણ કરીએ છીએ. - જગત મારા વિષે ભાસ્યમાન હોવાથી અભિન્ન છે, પણ જગત જગતસ્વરૂપે છે, હું સ્વસ્વરૂપે છું, તેથી જગત મારાથી કેવળ ભિન્ન છે. તે બન્ને દૃષ્ટિથી જગત મારાથી ભિન્નભિન્ન છે. ૩% શુદ્ધ નિર્વિલ્પ ચૈતન્ય. (પૃ. ૮૨૭)
કેવળ જ્ઞાનસ્વરૂપ છું, એમ સમ્યફ પ્રતીત થાય છે. તેમ થવાના હેતુઓ સુપ્રતીત છે. સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરી, સર્વ પદ્રવ્યથી નિજસ્વરૂપ વ્યાવૃત્ત કરી, યોગને અચલ કરી, ઉપયોગથી ઉપયોગની એકતા
કરવાથી કેવળજ્ઞાન થાય. (પૃ. ૮૨૮) 3 હું અસંગ શુદ્ધચેતન છું. વચનાતીત નિર્વિકલ્પ એકાંત શુદ્ધ અનુભવસ્વરૂપ છું. હું પરમ શુદ્ધ, અખંડ - ચિધાતુ છું. (પૃ. ૮૨૩) D ભેદ રહિત એવા અમે છીએ. (પૃ. ૩૨૯) T કહેવારૂપ હું તેને નમસ્કાર હો. (પૃ. ૨૫૭) T સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર
એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો? વિકલ્પ શો? ભય શો? ખેદ શો? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય
ઉપયોગ કરું છું. તમય થાઉં છું. (પૃ. ૬૨૧) .. પ્રગટપણું,
....ને દાસત્વભાવથી વંદન કરું છું, એમની ઈચ્છા “સ” પ્રાપ્ત કરવા માટે તીવ્ર રહેતી હોય તોપણ સત્સંગ વિના તે તીવ્રતા ફળદાયક થવી દુર્લભ છે. અમને તો કાંઇ સ્વાર્થ નથી; એટલે કહેવું યોગ્ય છે કે કેવળ “સત’થી વિમુખ એવે માર્ગે પ્રાયે તેઓ વર્તે છે. જે તેમ વર્તતા નથી તે હાલ તો અપ્રગટ રહેવા ઇચ્છે છે. (પૃ. ૩૦૦)