SearchBrowseAboutContactDonate
Page Preview
Page 779
Loading...
Download File
Download File
Page Text
________________ પરમકૃપાળુદેવ અને . ૭૫૨ – એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયો તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે; અને તેવું અવ્યવસ્થિતપણું લોકવ્યવહારથી પ્રતિકૂળ હોવાથી લોકવ્યવહાર ભજવો ગમતો નથી, અને તજવો બનતો નથી; એ વેદના ઘણું કરીને દિવસના આખા ભાગમાં વેદવામાં આવ્યા કરે છે. ખાવાને વિષે, પીવાને વિષે, બોલવાને વિષે, શયનને વિષે, લખવાને વિષે કે બીજાં વ્યાવહારિક કાર્યોને વિષે જેવા જોઇએ તેવા ભાનથી પ્રવર્તતું નથી, અને તે પ્રસંગો રહ્યા હોવાથી આત્મપરિણતિને સ્વતંત્ર પ્રગટપણે અનુસરવામાં વિપત્તિ આવ્યા કરે છે; અને તે વિષેનું ક્ષણે ક્ષણે દુ:ખ રહ્યા કરે છે. .... અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જ ચિત્તેચ્છા રહે છે, અને ઉપર જણાવ્યા પ્રસંગોની આપત્તિને લીધે કેટલોક તે સ્થિતિનો વિયોગ રહ્યા કરે છે; અને તે વિયોગ માત્ર પરેચ્છાથી રહ્યો છે, સ્વેચ્છાના કારણથી રહ્યો નથી; એ એક ગંભીર વેદના ક્ષણે ક્ષણે થયા કરે છે. (પૃ. ૪૫૮) પુણ્ય તમારો અતિશય આગ્રહ છે અને ન હોય તોપણ એક ધર્મનિષ્ઠ આત્માને જો કંઇ મારાથી શાંતિ થતી હોય તો એક પુણ્ય સમજી આવવું જોઇએ. (પૃ. ૧૯૨) . પુનર્જન્મ D ‘પુનર્જન્મ છે - જરૂર છે. એ માટે ‘હું’ અનુભવથી હા કહેવામાં અચળ છું' એ વાક્ય પૂર્વભવના કોઇ જોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. જેને, પુનર્જન્માદિ ભાવ કર્યા છે, તે ‘પદાર્થને’, કોઇ પ્રકારે જાણીને તે વાક્ય લખાયું છે. (પૃ. ૩૬૧) પ્ર૦ પુનર્જન્મ છે? શ્રીહા, પુનર્જન્મ છે. (પૃ. ૬૮૦) પુનર્જન્મ છે – જરૂર છે. એ માટે ‘હું’ અનુભવથી હા કહેવામાં અચળ છું. (પૃ. ૭૯૫) . પોતાની ઓળખાણ D હું બીજો મહાવીર છું, એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. મારા ગ્રહ દશ વિદ્વાનોએ મળી પરમેશ્વરગ્રહ ઠરાવ્યા છે. સત્ય કહું છું કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું. વૈરાગ્યમાં ઝીલું છું. (પૃ. ૧૬૫) સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઇ ચૂક્યો છું, એમ કહું તો ચાલે. (પૃ. ૧૬૬) તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દેવાની ઇચ્છા થતાં જણાવું છું કે હજુ સુધી મેં તમને માર્ગના મર્મનો (એક અંબાલાલ સિવાય) કોઇ અંશ જણાવ્યો નથી; અને જે માર્ગ પામ્યા વિના કોઇ રીતે જીવનો છૂટકો થવો કોઇ કાળે સંભવિત નથી, તે માર્ગ જો તમારી યોગ્યતા હશે તો આપવાની સમર્થતાવાળો પુરુષ બીજો તમારે શોધવો નહીં પડે. એમાં કોઇ રીતની પોતાની સ્તુતિ કરી નથી. (પૃ. ૨૫૧-૨) æ જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ ક૨ે છે, તે પુરુષ માટે પ્રથમ સહજ તે જ પુરુષ લખે છે. તેની હમણાં એવી દશા અંતરંગમાં રહી છે કે કંઇક વિના સર્વ સંસારી ઇચ્છાની પણ તેણે વિસ્મૃતિ કરી નાખી છે. તે કંઇક પામ્યો પણ છે, અને પૂર્ણનો પરમ મુમુક્ષુ છે, છેલ્લા માર્ગનો નિઃશંક જિજ્ઞાસુ છે. હમણાં જે આવરણો તેને ઉદય આવ્યાં છે, તે આવરણોથી એને ખેદ નથી; પરંતુ વસ્તુભાવમાં થતી
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy