________________
પરમકૃપાળુદેવ અને ..
૭૩૯ સંગની.આ કાળમાં ન્યૂનતા થઈ પડી છે. (પૃ. ૭૯૫-૬)
• સમા
0 સર્વ જીવ પ્રત્યે અમારે તો ક્ષમાદ્રષ્ટિ છે. (પૃ. ૬૧૩) ... ક્ષમાપના
સંસારકાળથી તે અત્ર ક્ષણ સુધીમાં તમ પ્રત્યે કોઇ પણ પ્રકારનો અવિનય, અભકિત, અસત્કાર કે તેવા બીજા અન્ય પ્રકાર સંબંધી કોઇ પણ અપરાધ મન, વચન, કાયાના પરિણામથી થયો હોય તે સર્વ અત્યંત નમ્રપણે, તે સર્વ અપરાધોના અત્યંત લય પરિણામરૂપ આત્મસ્થિતિએ કરી હું સર્વ પ્રકારે કરી ક્ષમાવું છું; અને તે ક્ષમાવવાને યોગ્ય છું. તમને કોઇ પણ પ્રકારે તે અપરાધાદિનો અનુપયોગ હોય તોપણ અત્યંતપણે અમારી તેવી પૂર્વકાળ સંબંધીની કોઇ પ્રકારે પણ સંભાવના જાણી અત્યંતપણે ક્ષમા આપવા યોગ્ય આત્મસ્થિતિ કરવા અત્ર ક્ષણ લઘુત્વપણે વિનંતિ છે. (પૃ. ૩૫૧) I અત્ર ક્ષણપર્વત તમ પ્રત્યે કોઇ પણ પ્રકારે પૂર્વાદિ કાળને વિષે મન, વચન, કાયાના યોગથી જે જે
અપરાધાદિ કંઈ થયું હોય તે સર્વ અત્યંત આત્મભાવથી વિસ્મરણ કરી ક્ષમા ઈચ્છું છું; હવે પછીના કોઈ પણ કાળને વિષે તમ પ્રત્યે તે પ્રકાર થવો અસંભવિત જાણું છું. તેમ છતાં પણ કોઈક અનુપયોગભાવે દેહપર્વતને વિષે તે પ્રકાર કવચિત થાય તો તે વિષે પણ અત્ર અત્યંત નમ્ર પરિણામે ક્ષમા ઇચ્છું છું; અને તે ક્ષમારૂપભાવ આ પત્રને વિચારતાં વારંવાર ચિંતવી તમે પણ તે સર્વ પ્રકાર અમ પ્રત્યેના પૂર્વકાળના, વિસ્મરણ કરવાને યોગ્ય છો. (પૃ. ૩૫૧)
... ક્ષેત્ર
3 આ ક્ષેત્રેથી (મુંબઇથી) નિવર્તવા વિષે વિશેષ અભિપ્રાય રહે છે; તે પણ ઉદય આગળ બનતું નથી.
તોપણ અહોનિશ એ જ ચિંતન રહે છે, તો તે વખતે થોડા કાળમાં બનશે એમ રહે છે. આ ક્ષેત્ર પ્રત્યે કંઈ દ્વેષ પરિણામ નથી, તથાપિ સંગનું વિશેષ કારણ છે. પ્રવૃત્તિના પ્રયોજન વિના અત્રે રહેવું કંઈ આત્માને તેવા લાભનું કારણ નથી એમ જાણી, આ ક્ષેત્રથી નિવર્તવાનો વિચાર રહે છે. (પૃ. ૪૪૦)
જે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરવો પડયો છે, તે વિવેકમાં જ ચિત્તવૃત્તિ પ્રસન્ન રહી જાય છે, બાહ્ય તેની પ્રાધાન્યતા નથી રાખી શકાતી એ માટે અકથ્ય ખેદ થાય છે. તથાપિ જ્યાં નિરૂપાયતા છે, ત્યાં
સહનતા સુખદાયક છે, એમ માન્યતા હોવાથી મૌનતા છે. (પૃ. ૨૧૬) | વેદનીયાદિ કર્મ હોય તે ભોગવવા વિષે અમને નિરિચ્છા થતી નથી, જો નિરિચ્છા થતી હોય, તો ચિત્તમાં
ખેદ થાય કે, જીવને દેહાભિમાન છે તેથી ઉપાર્જિત કર્મ ભોગવતાં ખેદ થાય છે અને તેથી નિરિચ્છા થાય
છે. (પૃ. ૩૯૬) D આ દુષમકાળને વિષે અંધકાર પ્રગટી બોધના માર્ગને આવરણ પ્રાપ્ત થયા જેવું થયું છે, તે કાળમાં અમને દેહજોગ બન્યો, તે કોઈ રીતે ખેદ થાય છે, તથાપિ પરમાર્થથી તે ખેદ પણ સમાધાન રાખ્યા કર્યો છે; પણ તે દેહજોગમાં કોઈ કોઈ વખત કોઇ મુમુક્ષુ પ્રત્યે વખતે લોકમાર્ગનો પ્રતિકાર ફરી ફરી કહેવાનું થાય છે; જે જોગમાંનો જોગ તમારા અને શ્રી દેવકરણજી સંબંધમાં સહેજે બન્યો છે; પણ તેથી તમે અમારું કહેવું માન્ય કરો એવા આગ્રહ માટે કંઈ પણ નથી કહેવાનું થતું; માત્ર હિતકારી જાણી તે વાતનો આગ્રહ થયો