________________
પરમકૃપાળુદેવ અને..
૭૩૮
તથાપિ ઉદયરૂપ જાણી તે યથાશકિત સહન થાય છે. (પૃ. ૩૬૨) ઉપાધિનો જોગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃત્તિના જોગની વિશેષ ઈચ્છા થઈ આવે છે, તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિનો જોગ વિશેષ દેખાય છે. ચારે બાજુથી ઉપાધિનો ભીડો છે. કોઇ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટી ચાલ્યા જવું હોય તો કોઇનો અપરાધ કર્યો ન ગણાય. છૂટવા જતાં કોઇના મુખ્ય અપરાધમાં આવી જવાનો સ્પષ્ટ સંભવ દેખાય છે, અને આ વર્તમાન અવસ્થા ઉપાધિરહિતપણાને અત્યંત યોગ્ય છે; પ્રારબ્ધની વ્યવસ્થા એવી પ્રબંધ કરી હશે. (પૃ. ૩૬૯). ગઈ સાલનાં માર્ગશીર્ષ માસમાં અત્રે (મુંબઇ) આવવું થયું ત્યારથી ઉત્તરોત્તર ઉપાધિયોગ વિશેષાકાર થતો આવ્યો છે, અને ઘણું કરીને તે ઉપાધિયોગ વિશેષ પ્રકારે કરી ઉપયોગથી વેદવો પડયો છે. આ જે ઉપાધિ ઉદયવર્તી છે, તે સર્વ પ્રકારે કષ્ટરૂપ છે, એમ પણ વિચારતાં લાગતું નથી. પૂર્વોપાર્જિત પ્રારબ્ધ જે વડે શાંત થાય છે. તે ઉપાધિ પરિણામે આત્મપ્રત્યથી કહેવા યોગ્ય છે. મનમાં એમ ને એમ રહ્યા કરે છે કે અલ્પકાળમાં આ ઉપાધિયોગ મટી બાહ્યાભ્યતર નિર્ગથતા પ્રાપ્ત થાય તો વધારે યોગ્ય છે, તથાપિ તે વાત અલ્પકાળમાં બને એવું સૂઝતું નથી, અને જ્યાં સુધી તેમ ન થાય ત્યાં
સુધી તે ચિંતના મટવી સંભવતી નથી. (પૃ. ૩૭૫) D ગઈ સાલના માગશર સુદ છઠે અત્રે આવવાનું થયું હતું ત્યારથી આજ દિવસ પર્વતમાં ઘણા પ્રકારનો
ઉપાધિયોગ વેચવાનું બન્યું છે અને જો ભગવતકૃપા ન હોય તો આ કાળને વિષે તેવા ઉપાધિજોગમાં માથું ધડ ઉપર રહેવું કઠણ થાય, એમ થતાં થતાં ઘણી વાર જોયું છે; અને આત્મસ્વરૂપ જેણે જાણ્યું છે એવા પુરુષને અને આ સંસારને મળતી પાણ આવે નહીં, એવો અધિક નિશ્રય થયો છે. આત્મસ્વરૂપ સંબંધી બોધનો તો જોકે નાશ ન થાય, તથાપિ આત્મસ્વરૂપના બોધના વિશેષ પરિણામ પ્રત્યે એક પ્રકારનું આવરણ થવારૂપ ઉપાધિજોગ થાય છે. અમે તો તે ઉપાધિજોગથી હજુ ત્રાસ પામ્યા કરીએ છીએ; અને તે તે જોગે Æયમાં અને મુખમાં મધ્યમા વાચાએ પ્રભુનું નામ રાખી માંડ કંઇ પ્રવર્તન કરી સ્થિર રહી શકીએ છીએ. (પૃ. ૩૮૧) હાલ દોઢથી બે માસ થયાં ઉપાધિના પ્રસંગમાં વિશેષ વિશેષ કરી સંસારનું સ્વરૂપ વેદાયું છે. એવા જોકે પૂર્વ ઘણા પ્રસંગ વેધા છે, તથાપિ જ્ઞાને કરી ઘણું કરી વેધા નથી. આ દેહ અને તે પ્રથમનો
બોધબીજહેતુવાળો દેહ તેમાં થયેલું વેદન તે મોક્ષકાર્ય ઉપયોગી છે. (પૃ. ૩૯૧). 3 હવે આ ઉપાધિકાર્યથી છૂટવાની વિશેષ વિશેષ આર્તિ થયા કરે છે, અને છૂટવા વિના જે કંઈ પણ કાળ
જાય છે તે, આ જીવનું શિથિલપણું જ છે, એમ લાગે છે; અથવા એવો નિશ્રય રહે છે. જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મસ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે કયારેય બુદ્ધિ થતી નથી. શ્રી જિન જેવા જન્મત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ ઉપાધિયોગની નિવૃત્તિ આ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તો અશ્રેય થશે, એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે. કેમકે એમ જ કર્તવ્ય છે. (પૃ. ૪૫૨) કાળ | આ કાળમાં મારું જન્મવું માનું તો દુઃખદાયક છે, અને માનું તો સુખદાયક પણ છે. એવું હવે કોઇ વાંચન રહ્યું નથી કે જે વાંચી જોઈએ. છીએ તે પામીએ એ જેના સંગમાં રહ્યું છે તે