________________
૭૦૪
Site
| સ્વરોદયજ્ઞાન સ્વરોદયજ્ઞાન (ચિદાનંદજી)].
રૂપાતીત વ્યતીતમલ, પૂર્ણાનંદી ઇસ;
ચિદાનંદ તાકં નમત, વિનય સહિત નિજ શીસ. રૂપથી રહિત, કર્મરૂપી મેલ જેનો નાશ પામ્યો છે, પૂર્ણ આનંદના જે સ્વામી છે, તેને ચિદાનંદજી પોતાનું મસ્તક નમાવી વિનય સહિત નમસ્કાર કરે છે. રૂપાતીત - એ શબ્દથી પરમાત્મ-દશા રૂપ રહિત છે,
મિ સૂચવ્યું. વ્યતીતમલ – એ શબ્દથી કર્મનો નાશ થવાથી તે દશા પ્રાપ્ત થાય છે, એમ સૂચવ્યું. પૂર્ણાનંદી ઇસ – એ શબ્દથી તે દશાના સુખનું વર્ણન કહ્યું કે જ્યાં સંપૂર્ણ આનંદ છે, તેનું સ્વામિત્વ એમ સૂચવ્યું. રૂપરહિત તો આકાશ પણ છે, એથી કર્મમલ જવાથી આત્મા જડરૂપ સિદ્ધ થાય. એ આશંકા જવા કહ્યું કે તે દશામાં આત્મા પૂર્ણાનંદનો ઇશ્વર છે, અને એવું તેનું રૂપાતીતપણું છે. ચિદાનંદ તાકું નમત - એ શબ્દો વડે પોતાની તે પર નામ લઈને અનન્ય પ્રીતિ દર્શાવી. સમુચ્ચયે નમસ્કાર કરવામાં જે ભક્તિ તેનાં નામ લઈ પોતાનું એકત્વ દર્શાવી વિશેષ ભક્તિનું પ્રતિપાદન કર્યુ. વિનય સહિત – શબ્દથી યથાયોગ્ય વિધિનો બોધ કર્યો. ભક્તિનું મૂળ વિનય છે, એમ દર્શાવ્યું. નિજ શીસ – એ શબ્દથી દેહના સઘળા અવયવોમાં મસ્તક એ શ્રેષ્ઠ છે, અને એના નમાવવાથી સર્વાગ નમસ્કાર થયો. તેમજ શ્રેષ્ઠ વિધિ મસ્તક નમાવી નમસ્કાર કરવાની છે, એમ સૂચવ્યું. નિજ શબ્દથી આત્મત્વ જુદું દર્શાવ્યું, કે મારા ઉપાધિજન્ય દેહનું જે ઉત્તમાંગ તે.... (શીસ).
કાલજ્ઞાનાદિક થકી, લહી આગમ અનુમાન;
ગુરુ કરુના કરી કહત હું, શુચિ સ્વરોદયજ્ઞાન. કાલજ્ઞાન નામના ગ્રંથ વગેરેથી, જૈન સિદ્ધાંતમાં કહેલા બોધના અનુમાનથી અને ગુરુની કૃપાના પ્રતાપ વડે કરીને સ્વરોદયનું પવિત્ર જ્ઞાન કહું છું. કાલજ્ઞાન એ નામનો અન્ય દર્શનમાં આયુષ્ય જાણવાનો બોધ કરનારો ઉત્તમ ગ્રંથ છે અને તે સિવાયના આદિ શબ્દથી બીજા ગ્રંથનો પણ આધાર લીધો છે, એમ કહ્યું. આગમ અનુમાન - એ શબ્દથી એમ દર્શાવ્યું કે જૈન શાસ્ત્રમાં આ વિચારો ગૌણતાએ દર્શાવ્યા છે, તેથી મારી દ્રષ્ટિએ જ્યાં જ્યાં જેમ બોધ લીધો તેમ તેમ મેં દર્શાવ્યું છે. મારી દ્રષ્ટિએ અનુમાન છે, કારણ હું આગમનો પ્રત્યક્ષ જ્ઞાની નથી, એ
હતુ.
ગુરુ કરુના – એ શબ્દોથી એમ કહ્યું કે કાલજ્ઞાન અને આગમના અનુમાનથી કહેવાની મારી સમર્થતા ન થાત, કારણ તે મારી કાલ્પનિક દૃષ્ટિનું જ્ઞાન હતું, પણ તે જ્ઞાનનો અનુભવ કરી દેનારી જે ગુરુ મહારાજની કૃપાદૃષ્ટિ -
સ્વરકા ઉદય પિછાનિયે, અતિ થિરતા ચિત્ત ધાર;
તાથી શુભાશુભ કીજીએ, ભાવિ વસ્તુ વિચાર. ચિત્તની અતિશય સ્થિરતા ધારણ કરીને ભાવિ વસ્તુનો વિચાર કરી “શુભાશુભ' એ; અતિ થિરતા ચિત્ત ધાર - એ વાક્યથી ચિત્તનું સ્વસ્થપણું કરવું જોઈએ ત્યારે સ્વરનો ઉદય થાય - યથાયોગ્ય, એમ સૂચવ્યું. શુભાશુભ ભાવિ વસ્તુ વિચાર - એ શબ્દથી એમ સૂચવ્યું કે તે જ્ઞાન પ્રતીતભૂત છે, અનુભવ કરી
જુઓ!
હવે વિષયનો પ્રારંભ કરે છે :