________________
| સ્વાધ્યાય (ચાલુ)
૬૬૪ 1 શ્રી જિને જે સ્વાધ્યાય કાળ કહ્યા છે, તે યથાર્થ છે. તે તે (અકાળના) પ્રસંગે પ્રાણાદિનો કંઈ સંધિભેદ થાય છે. ચિત્તને વિક્ષેપનિમિત્ત સામાન્ય પ્રકાર હોય છે, હિંસાદિ યોગનો પ્રસંગ હોય છે, અથવા કોમળ
પરિણામમાં વિજ્ઞભૂત કારણ હોય છે, એ આદિ આશ્રયે સ્વાધ્યાયનું નિરૂપણ કર્યું છે. (પૃ. ૪૬૭) I L૦ વીતરાગની આજ્ઞાથી પોરસી સ્વાધ્યાય કરે તો શો ગુણ થાય?
ઉ૦ તથારૂપ હોય તો યાવત મોક્ષ થાય. (પૃ. ૬૪૮)