________________
સ્વચ્છંદ (ચાલુ)
૬૫૮ રાગ, દ્વેષ અને અજ્ઞાન એમાંનો એક્કે દોષ જેને વિષે નથી એવા દોષરહિત વીતરાગે કહ્યું છે. પ્રત્યક્ષ સદ્દગુરુના યોગથી તે સ્વચ્છંદ રોકાય છે, બાકી પોતાની ઇચ્છાએ બીજા ઘણા ઉપાય કર્યા છતાં ઘણું કરીને તે બમણો થાય છે. સ્વચ્છંદને તથા પોતાના મતના આગ્રહને તજીને જે સદ્ગુરુના લલે ચાલે તેને પ્રત્યક્ષ કારણ ગણીને
વીતરાગે “સમતિ' કહ્યું છે. (પૃ. ૫૩૪). D સ્વચ્છેદથી, અહંકારથી, લોકલાજથી, કુળધર્મના રક્ષણ અર્થે તપશ્ચર્યા કરવી નહીં, આત્માર્થે કરવી.
સતું સાધન કરવા માટે જે કાંઈ બતાવ્યું હોય તે સાચા પુરુષના આશ્રયે તે પ્રકારે કરવું. પોતાપણે વર્તવું તે જ સ્વચ્છેદ છે એમ કહ્યું છે. સ્વચ્છંદાચારે શિષ્ય કરવો હોય તો આજ્ઞા માગે નહીં; અથવા કલ્પના કરે. પરોપકાર કરવામાં માઠી સંકલ્પના વર્તતી હોય, અને તેવા જ ઘણા વિકલ્પો કરી સ્વચ્છંદ મૂકે નહીં તે અજ્ઞાની, આત્માને વિઘ્ન કરે, તેમ જ આવા બધા પ્રકાર સેવે, અને પરમાર્થનો રસ્તો બાદ કરીને વાણી કહે, આ જ પોતાનું ડહાપણ, અને તેને જ સ્વચ્છંદ કહેલ છે. જ્ઞાની કહે તે જ કલ્યાણનો હેતુ છે એમ સમજાય તો સ્વછંદ મટે. આ જ યથાર્થ જ્ઞાની છે માટે તે કહે તે જ પ્રમાણે કરવું. બીજા કોઈ વિકલ્પ કરવા નહીં. (પૃ. ૨૯૫-૪) જીવને બે મોટાં બંધન છે : એક સ્વચ્છંદ અને બીજું પ્રતિબંધ. સ્વચ્છંદ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઇએ; અને પ્રતિબંધ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે સર્વસંગથી ત્યાગી થવું જોઇએ. આમ ન થાય તો બંધનનો નાશ થતો નથી. સ્વછંદ જેનો છેદાયો છે તેને જે પ્રતિબંધ છે,
તે અવસર પ્રાપ્ત થયે નાશ પામે છે. આટલી શિક્ષા સ્મરણ કરવારૂપ છે."(પૃ. ૨૬૧). || જે પુરુષ સદ્ગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મસ્વરૂપનો નિર્ધાર કરે તે માત્ર પોતાના
સ્વચ્છંદના ઉદયને વેદે છે, એમ વિચારવું ઘટે છે. (પૃ. ૮૦૩). કોઇને સ્વચ્છેદે કાંઈ કહેવું નહીં. કહેવા યોગ્ય હોય તો અહંકારરહિતપણે કહેવું. (પૃ. ૬૯૪). જે જે વખતે તપશ્ચર્યા કરવી તે તે વખતે સ્વચ્છેદથી ન કરવી; અહંકારથી ન કરવી; લોકોને લીધે ન
કરવી; જીવે જે કાંઈ કરવું તે સ્વચ્છેદે ન કરવું. (પૃ. ૬૯૪) T મુખ્યમાં મુખ્ય વિપ્ન સ્વચ્છેદ છે. (પૃ. ૬૯૪). D જીવને સ્વચ્છંદ એ મહા મોટો દોષ છે. એ જેનો મટી ગયો છે તેને માર્ગનો ક્રમ પામવો બહુ સુલભ છે.
(પૃ. ૩૦૫). - आणाए धम्मो आणाए तवो ।
આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. (આચારાંગ સૂત્ર) સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ છે, એ લક્ષ જીવને સમજાયો નથી. તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે અને જેણે સ્વચ્છંદને મંદ કર્યો છે, એવા પુરુષને પ્રતિબદ્ધતા (લોકસંબંધી બંધન, સ્વજનકુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પવિકલ્પરૂપ બંધન) એ બંધન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારો. (પૃ. ૨૬૦).