________________
પ૭
સ્વચ્છંદ | કર્તવ્ય છે. ચિત્તધૈર્ય માટે તે પરમ ઔષધ છે. (પૃ. ૨૯) 0 પરમ શાંત ઋતના વિચારમાં ઇન્દ્રિયનિગ્રહપૂર્વક આત્મપ્રવૃત્તિ રાખવામાં સ્વરૂપસ્થિરતા અપૂર્ણપણે
પ્રગટે છે. (પૃ. ૬૪૦) સ્યાદ્વાદ T સ્યાદ્વાદ શૈલીએ જોતાં કોઈ મત અસત્ય નથી. (પૃ. ૧૫૮)
સ્યાદ્વાદશૈલી અનુપમ અને અનંત ભેદભાવથી ભરેલી છે; એ શૈલીને પરિપૂર્ણ તો સર્વજ્ઞ અને સર્વદર્શી જ જાણી શકે; છતાં એઓનાં વચનામૃતાનુસાર આગમ ઉપયોગથી યથામતિ નવ તત્ત્વનું સ્વરૂપ જાણવું અવશ્યનું છે. (પૃ. ૧૧૮) વેદાંત છે તે શુદ્ધનયઆભાસી છે. શુદ્ધનયઆભાસમતવાળા “નિશ્રયનય સિવાય બીજા નયને એટલે
વ્યવહારનયને ગ્રહણ કરતા નથી. જિન અનેકાંતિક છે, અર્થાત્ તે સ્યાદ્વાદી છે. (પૃ. ૭૪૫) D નીચે એક વાક્યને સહજ સ્યાદ્વાદ કર્યું છે.
આ કાળમાં કોઈ મોક્ષે ન જ જાય.' આ કાળમાં કોઈ આ ક્ષેત્રેથી મોક્ષે ન જ જાય.' “આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો આ ક્ષેત્રથી મોક્ષે ન જાય.' આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો સર્વથા ન મુકાય.”
આ કાળમાં કોઇ આ કાળનો જન્મેલો સર્વ કર્મથી સર્વથા ન મુકાય.” હવે એ ઉપર સહજ વિચાર કરીએ. પ્રથમ એક માણસ બોલ્યો કે આ કાળમાં કોઈ મોલે ન જ જાય. જેવું એ વાક્ય નીકળ્યું કે શંકા થઈ. આ કાળમાં શું મહાવિદેહથી મોક્ષે ન જ જાય? ત્યાંથી તો જાય, માટે ફરી વાક્ય બોલો. ત્યારે બીજી વાર કહ્યું : આ કાળમાં કોઈ આ ક્ષેત્રેથી મોક્ષે ન જાય. ત્યારે પ્રશ્ન કર્યું કે જંબુ, સુધર્માસ્વામી ઇત્યાદિક કેમ ગયા ? એ પણ આ જ કાળ હતો, એટલે ફરી વળી સામો પુરુષ વિચારીને બોલ્યો : આ કાળમાં કોઇ આ કાળનો જન્મેલો આ ક્ષેત્રેથી મોક્ષે ન જાય. ત્યારે પ્રશ્ન કર્યું કે, કોઇનું મિથ્યાત્વ જતું હશે કે નહીં? ઉત્તર આપ્યો, હા જાય. ત્યારે ફરી કહ્યું કે, જો મિથ્યાત્વ જાય તો મિડ – જવાથી મોક્ષ થયો કહેવાય કે નહીં? ત્યારે તેણે હા કહી કે એમ તો થાય. ત્યારે કહ્યું : એમ નહીં પણ એમ હશે કે આ કાળમાં કોઇ આ કાળનો જન્મેલો સર્વ કર્મથી ન મુકાય. આમ પણ ઘણા ભેદ છે; પરંતુ આટલા સુધી કદાપિ સાધારણ સ્યાદ્વાદ માનીએ તો એ જૈનનાં શાસ્ત્ર માટે ખુલાસો થયો ગણાય. વેદાંતાદિક તો આ કાળમાં સર્વથા સર્વ કર્મથી મુકાવા માટે જણાવે છે. માટે હજુ પણ આગળ જવાનું છે. ત્યાર પછી વાક્યસિદ્ધિ થાય. આમ વાક્ય બોલવાની અપેક્ષા રાખવી એ ખરું. પરંતુ જ્ઞાન ઊપજ્યા વિના એ અપેક્ષા મૃત થાય એમ બનવું સંભવિત નથી. કાં તો સત્યરુષની
કૃપાથી સિદ્ધિ થાય. (પૃ. ૨૫૪-૫) સ્વચ્છંદ |
જીવ અનાદિકાળથી પોતાના ડહાપણે અને પોતાની ઇચ્છાએ ચાલ્યો છે, એનું નામ “સ્વચ્છેદ' છે. જો તે સ્વચ્છંદને રોકે તો જરૂર તે મોક્ષને પામે. અને એ રીતે ભૂતકાળ અનંત જીવ મોક્ષ પામ્યા છે. એમ