________________
૬૩૫
સાધન
પામી જાય એવી આ સંસારની રચના છે. (પૃ. ૩૮૧) n જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી તો સંભવે છે; તથાપિ અવિકલ્પ સમાધિમાં
સ્થિત એવા જ્ઞાનીને તો તે ઉપાધિ પણ અબાધ છે, અર્થાત્ સમાધિ જ છે. (પૃ. ૩૧) I હે જીવ! આ ક્લેશરૂપ સંસારથી નિવૃત્ત થા, નિવૃત્ત થા. (પૃ. ૨૭) I હે જીવ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત
થા! જાગૃત થા ! નહીં તો રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. (પૃ.૪૦૪) D સંસારમાં રહી સાતમા ગુણસ્થાનની ઉપર વધી શકાતું નથી, આથી સંસારીને નિરાશ થવાનું નથી;
પણ તે ધ્યાનમાં રાખવાનું છે. (પૃ. ૭૬૮). સંબંધિત શિર્ષકો જગત, દુનિયા, ભાવના-સંસાર સાક્ષી D જે સંસારને વિષે સાક્ષી કર્તા તરીકે મનાય છે, તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષીરૂપે રહેવું, અને કર્તા તરીકે ભાસ્મયાન થવું તે બેધારી તલવાર ઉપર ચાલવા બરાબર છે. એમ છતાં પણ કોઇને ખેદ, દુઃખ, અલાભનું કારણ સાક્ષીપુરુષ બ્રાંતિગત લોકોને ન ભાસે તો તે પ્રસંગમાં તે સાક્ષી પુરુષનું અત્યંત વિકટપણું નથી. અમને તો અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે. એમાં પણ ઉદાસીનપણું
એ જ સનાતન ધર્મ જ્ઞાનીનો છે. (“ધર્મ' શબ્દ આચરણને બદલે છે.) (પૃ. ૩૫ર-૩) D ખોટી સાક્ષી પૂરું નહીં. (પૃ. ૧૪૦) | સાધન કોઈ સામાન્ય મુમુક્ષુ ભાઈબહેન સાધના માટે પૂછે તો આ સાધન બતાવવું -
(૧) સાત વ્યસનનો ત્યાગ. (૨) લીલોતરીનો ત્યાગ. (૩) કંદમૂળનો ત્યાગ. (૪) અભસ્યનો ત્યાગ. (૫) રાત્રિભોજનનો ત્યાગ. (૬) “સર્વજ્ઞદેવ’ અને ‘પરમગુરુ”ની પાંચ પાંચ માળાનો જપ. (૭) ભક્તિરસ્ય દુહાનું પઠન મનન. (૮) ક્ષમાપનાનો પાઠ.
(૯) સત્સમાગમ અને સાસ્ત્રનું સેવન. (પૃ. ૬૭૮) T મનુષ્યત્વ, આર્ય દેશ, ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે; અને અંતરંગ સાધન
માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ છે. (પૃ. ૧૭૧) 1 શ્રી જિન સમ્યફદર્શન, જ્ઞાન અને ચારિત્રને મુક્તિનું કારણ કહે છે. અતએવ જે મુક્તિની ઇચ્છા કરે છે,
તે સમ્યફદર્શન, જ્ઞાન, ચારિત્રને જ મોક્ષનું સાધન કહે છે. મોક્ષનાં સાધન જે સમ્યક્દર્શનાદિક છે તેમાં ધ્યાન... ગર્ભિત છે. તે કારણ ધ્યાનનો ઉપદેશ હવે પ્રકટ