________________
સંસાર (ચાલુ)
૬૩૪
અને તે પ્રકારે સંસારનું બળ ઘટે છે; અર્થાત્ જ્ઞાનીપુરુષના બોધમાં આવું સામર્થ્ય છે. (પૃ. ૬૯૧) મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઇ ભય હોય નહીં, એક અજ્ઞાનની નિવૃત્તિ ઇચ્છવી એ રૂપ જે ઇચ્છા તે સિવાય વિચારવાન જીવને બીજી ઇચ્છા હોય નહીં, અને પૂર્વકર્મના બળે તેવો કોઇ ઉદય હોય તોપણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લોક દુઃખે કરી આર્ત્ત છે, ભયાકુળ છે, રાગદ્વેષનાં પ્રાપ્ત ફળથી બળતો છે, એવો વિચાર નિશ્ચયરૂપ જ વર્તે છે; અને જ્ઞાનપ્રાપ્તિનો કંઇ અંતરાય છે, માટે તે કારાગૃહરૂપ સંસાર મને ભયનો હેતુ છે અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે. (પૃ. ૪૩૫)
D આખા જગતની વિચિત્રતા ભિન્ન ભિન્ન પ્રકારે તમે જુઓ છો. તે શા વડે થાય છે ? પોતાનાં બાંધેલાં શુભાશુભ કર્મ વડે. કર્મ વડે આખો સંસાર ભમવો પડે છે. (પૃ. ૬૦)
(૧) બાંધનાર, (૨) બાંધવાના હેતુ, (૩) બંધન અને (૪) બંધનના ફળથી આખા સંસારનો પ્રપંચ રહ્યો છે એમ શ્રી જિનેન્દ્રે કહ્યું છે. (પૃ. ૭૬૯)
સંસારનાં મુખ્ય કારણ પ્રેમબંધન તથા દ્વેષબંધન સર્વ જ્ઞાનીએ સ્વીકાર્યા છે. તેની મૂંઝવણે જીવને નિજ વિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થતો નથી, અથવા થાય એવા યોગે તે બંધનના કારણથી આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી, અને તે સૌ પ્રમાદનો હેતુ છે. (પૃ. ૪૪૯)
D અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દૃઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે; જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજે એ જ છે. (પૃ. ૬૦૬)
સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઇ નથી. માત્ર એક શુભ ધર્મનું જ શરણ સત્ય છે. (પૃ. ૩૫, ૭૨)
D આત્માને સંસારનાં હેતુ છે તે ‘દુપચ્ચખાણ’. (પૃ. ૬૯૦)
જ્ઞાનીપુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે, એમ તીર્થંકર કહે છે. તે પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું, અને તેની આજ્ઞામાં સરળ પરિણામે પરમ ઉપયોગદૃષ્ટિએ વર્તવું, એ અનંતસંસારને નાશ કરનારું તીર્થંકર કહે છે. (પૃ. ૩૪૩)
તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. (પૃ. ૪)
D અતિ બુદ્ધિશાળીને સંસાર પણ ઉત્તમરૂપે માન્ય રાખે છે છતાં, તે બુદ્ધિશાળીઓ તેનો ત્યાગ કરે છે; એ તત્ત્વજ્ઞાનનો સ્તુતિપાત્ર ચમત્કાર છે. સંસારને શોકાબ્ધિ કહેવામાં તત્ત્વજ્ઞાનીઓની ભ્રમણા નથી. સંસારમાં એકાંત અને જે અનંત ભરપૂર તાપ છે તે તાપ ત્રણ પ્રકારના છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ. એથી મુક્ત થવા માટે પ્રત્યેક તત્ત્વજ્ઞાનીઓ કહેતા આવ્યા છે.
બધાય ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે. સારાંશે મુક્તિ એટલે સંસારના શોકથી મુક્ત થવું તે. (પૃ. ૩૪) બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં. (પૃ. ૧૫૬)
આત્મસ્વરૂપ જેણે જાણ્યું છે એવા પુરુષને અને આ સંસારને મળતી પાણ આવે નહીં, એવો અધિક નિશ્ચય થયો છે. જ્ઞાનીપુરુષ પણ અત્યંત નિશ્ચય ઉપયોગે વર્તતાં વર્તતાં ક્વચિત્ પણ મંદુ પરિણામ