________________
આજ્ઞા (ચાલુ) બધા ધર્મનું તાત્પર્ય એ છે કે આત્માને ઓળખવો. બીજાં બધાં સાધન છે તે જે ઠેકાણે જોઇએ (ઘટ) તે જ્ઞાનીની આજ્ઞાએ વાપરતાં અધિકારી જીવને ફળ થાય. (પૃ. ૭૧૫)
પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કોઇ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. (દ્વાદશાંગીનું સળંગ સૂત્ર) (પૃ. ૩૯૩)
૩૯
D જેમ જેમ આ રાગદ્વેષનો નાશ વિશેષ કરી થાય તે તે પ્રકારે પ્રવર્તવું એ જ આજ્ઞા જિનેશ્વરદેવની છે. (પૃ. ૩૫૮)
D સદ્ગુરુનો જોગ મળ્યે તેની આજ્ઞા પ્રમાણે ચાલ્યો તેનો ખરેખરો રાગદ્વેષ ગયો. (પૃ. ૭૧૯) 2 સદ્ગુરુની આજ્ઞામાં બધાં સાધનો સમાઇ ગયાં. (પૃ. ૭૧૯)
– ધ્યાન, શ્રુતને અનુકૂળ ક્ષેત્રે ચાતુર્માસ કરવાથી ભગવત્ આજ્ઞાનું સંરક્ષણ થશે. (પૃ. ૬૩૩)
— ક્ષીણમોહ પર્યંત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન પરમ હિતકારી છે. (પૃ. ૬૩૮)
બારમા ગુણસ્થાનક સુધી જ્ઞાનીનો આશ્રય લેવાનો છે; જ્ઞાનીની આજ્ઞાએ વર્તવાનું છે. (પૃ. ૭૬૫) બારમા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું થાય છે. તેમાં સ્વચ્છંદપણું વિલય થાય છે. (પૃ. ૭૪૧)
આજ્ઞામાં અહંકા૨ નથી. સ્વચ્છંદમાં અહંકાર છે. (પૃ. ૭૦૬-૭)
જ્ઞાનીની આજ્ઞાથી કામક્રોધાદિ ઘટે છે. જ્ઞાની તેના વૈદ્ય છે. જ્ઞાનીના હાથે ચારિત્ર આવે તો મોક્ષ થાય. જ્ઞાની જે જે વ્રત આપે તે તે ઠેઠ લઇ જઇ પાર ઉતારનારા છે. સમકિત આવ્યા પછી આત્મા સમાધિ પામશે, કેમકે સાચો થયો છે. (પૃ ૬૯૯)
D જ્ઞાનીના માર્ગને વિષે ચાલનારને કર્મબંધ નથી; તેમ જ તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને પણ કર્મબંધ નથી, કારણ કે ક્રોધ, માન, માયા, લોભાદિનો ત્યાં અભાવ છે; અને તે અભાવના હેતુએ કરી કર્મબંધ ન થાય. તોપણ ‘ઇરિયાપથ’ને વિષે વહેતાં ‘ઇરિયાપથ’ની ક્રિયા જ્ઞાનીને લાગે છે; અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને પણ તે ક્રિયા લાગે છે. (પૃ. ૭૪૪)
સદ્ગુરુ ઉપદિષ્ટ યથોક્ત સંયમને પાળતાં એટલે સદ્ગુરુની આજ્ઞાએ વર્તતાં પાપથકી વિરમવું થાય છે, અને અભેદ્ય એવા સંસારસમુદ્રનું તરવું થાય છે.
વસ્તુસ્વરૂપ કેટલાક સ્થાનકે આજ્ઞાવડીએ પ્રતિષ્ઠિત છે, અને કેટલાક સ્થાનકે સદ્વિચારપૂર્વક પ્રતિષ્ઠિત છે, પરંતુ આ દુષમકાળનું પ્રબળપણું એટલું બધું છે કે હવે પછીની ક્ષણે પણ વિચારપૂર્વક પ્રતિષ્ઠિતને માટે કેમ પ્રવર્તશે તે જાણવાની આ કાળને વિષે શક્તિ જણાતી નથી, માટે ત્યાં આગળ આજ્ઞાપૂર્વક પ્રતિષ્ઠિત રહેવું એ યોગ્ય છે.
જ્ઞાનીએ કહ્યું છે કે ‘બૂજો ! કેમ બૂજતા નથી ? ફરી આવો અવસર આવવો દુર્લભ છે !'
લોકને વિષે જે પદાર્થ છે તેના ધર્મ દેવાધિદેવે પોતાના જ્ઞાનમાં ભાસવાથી જેમ હતા તેમ વર્ણવ્યા છે; પદાર્થો તે ધર્મથી બહાર જઇ પ્રવર્તતા નથી; અર્થાત્ જ્ઞાનીમહારાજે પ્રકાશ્યું તેથી બીજી રીતે પ્રવર્તતા