________________
આજ્ઞા (ચાલુ)
D અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તોપણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે; મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઇએ. (પૃ. ૨૬૩)
D ‘ગુરુબ્જો છંવાળુવત્તા' (સૂત્રકૃતાંગ)
ગુરુની આજ્ઞાએ પ્રવર્તવું. ગુરુની આજ્ઞાએ ચાલતાં અનંતા જીવો સીઝયા, સીઝે છે અને સીઝશે. તેમ કોઇ જીવ પોતાના વિચારથી બોધ પામ્યા, તેમાં પ્રાયે પૂર્વે સદ્ગુરુઉપદેશનું કારણ હોય છે. પણ કદાપિ જ્યાં તેમ ન હોય ત્યાં પણ તે સદ્ગુરુનો નિત્યકામી રહ્યો થકો સદ્વિચારમાં પ્રેરાતો પ્રેરાતો સ્વવિચારથી આત્મજ્ઞાન પામ્યો એમ કહેવા યોગ્ય છે; અથવા તેને કંઇ સદ્ગુરુની ઉપેક્ષા નથી અને જ્યાં સદ્ગુરુની ઉપેક્ષા વર્તે ત્યાં માનનો સંભવ થાય છે; અને જ્યાં સદ્ગુરુ પ્રત્યે માન હોય ત્યાં કલ્યાણ થવું કહ્યું, કે તેને સદ્વિચાર પ્રેરવાના આત્મગુણ કહ્યો. (પૃ. ૫૩૧)
પ્ર૦ જિનઆજ્ઞાઆરાધક સ્વાધ્યાય ધ્યાનથી મોક્ષ છે કે શી રીતે ?
૦ તથારૂપ પ્રત્યક્ષ સદ્ગુરુને યોગે અથવા કોઇ પૂર્વના દૃઢ આરાધનથી જિનાજ્ઞા યથાર્થ સમજાય, યથાર્થ પ્રતીત થાય, અને યથાર્થ આરાધાય તો મોક્ષ થાય એમાં સંદેહ નથી. (પૃ. ૪૭)
પ્ર૦ વીતરાગની આજ્ઞાથી પોરસીની સ્વાધ્યાય કરે તો શો ગુણ થાય?
ઉ૦ તથારૂપ હોય તો યાવત્ મોક્ષ થાય.
પ્ર૦ વીતરાગની આજ્ઞાથી પોરસીનું ધ્યાન કરે તો શો ગુણ થાય ?
ઉ૦ તથારૂપ હોય તો યાવત્ મોક્ષ થાય. (પૃ. ૬૪૮)
જે જે સાધન આ જીવે પૂર્વ કાળે કર્યાં છે, તે તે સાધન જ્ઞાનીપુરુષની આજ્ઞાથી થયાં જણાતાં નથી, એ વાત અંદેશારહિત લાગે છે. જો એમ થયું હોત તો જીવને સંસા૨પરિભ્રમણ હોય નહીં.
૩૮
જ્ઞાનીપુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે, કારણ જેને આત્માર્થ સિવાય બીજો કોઇ અર્થ નથી, અને આત્માર્થ પણ સાધી પ્રારબ્ધવશાત્ જેનો દેહ છે, એવા જ્ઞાનીપુરુષની આજ્ઞા તે ફકત આત્માર્થમાં જ સામા જીવને પ્રેરે છે; અને આ જીવે તો પૂર્વ કાળે કંઇ આત્માર્થ જાણ્યો નથી; ઊલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવ્યો છે. તે પોતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય, અને ઊલટું આત્માર્થ સાથું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય, કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે.
જીવના પૂર્વકાળનાં બધાં માઠાં સાધન, કલ્પિત સાધન મટવા અપૂર્વજ્ઞાન સિવાય બીજો કોઇ ઉપાય નથી, અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી; અને તે અપૂર્વ વિચાર, અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા ક્યા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે, જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે; અને એ વાત જ્યારે જીવથી મનાય છે, ત્યારથી જ બીજા દોષનું ઉપશમવું, નિવર્તવું શરૂ થાય છે. (પૃ. ૪૧૧-૨)
ઘણાં શાસ્ત્રો અને વાક્યોના અભ્યાસ કરતાં પણ જો જ્ઞાનીપુરુષોની એકેક આશા જીવ ઉપાસે તો ઘણાં શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય. (પૃ. ૬૩૭)