________________
૨૫.
સંગ (પૃ. ૪૨૬).
સહજપ્રવૃત્તિ એટલે પ્રારબ્ધોદયે ઉદ્ભવ થાય છે, પણ જેમાં કર્તવ્ય પરિણામ નહીં. (પૃ. ૪૭૬). T કહેવું ઘટે ત્યાં કહેવું પણ સહજ સ્વભાવે કહેવું. મંદપણે કહેવું નહીં તેમ આક્રોશથી કહેવું નહીં. માત્ર
સહજ સ્વભાવે શાંતિપૂર્વક કહેવું. (પૃ. ૬૮૭) સંકલ્પ - વિકલ્પ
[ સંકલ્પ = કંઈ પણ પ્રવૃત્તિ કરવાનો નિર્ધારિત અધ્યવસાય. (પૃ. ૫૭૦) 'n વિકલ્પ = કંઈ પણ પ્રવૃત્તિ કરવાનો અપૂર્ણ અનિર્ધારિત, સંદેહાત્મક અધ્યવસાય. (પૃ. ૫૭૦) T સંકલ્પ એ દુઃખ છે. (પૃ. ૭૭૫)
સંકલ્પ-વિકલ્પ તજવો. (પૃ. ૧૦) D સંકલ્પવિકલ્પ મૂકી દેવા તે “ઉપયોગ’. (પૃ. ૭૧૩) D ઉપયોગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ-વિકલ્પને ભૂલી જજો. (પૃ. ૧૬૯). T ચિત્તના સંકલ્પવિકલ્પથી રહિત થવું એ મહાવીરનો માર્ગ છે. (પૃ. ૨૧૯) D “ઇશ્વરેચ્છા જેમ હશે તેમ થશે. વિકલ્પ કરવાથી ખેદ થાય; અને તે તો જયાં સુધી તેની ઇચ્છા હોય ત્યાં
સુધી તે પ્રકારે જ પ્રવર્તે. સમ રહેવું યોગ્ય છે. (પૃ. ૩૩૭). T જે ઈશ્વરછા હશે તે થશે. માત્ર મનુષ્યને પ્રયત્ન કરવાનું સરજેલું છે; અને તેથી જ પોતાના પ્રારબ્ધમાં
હોય તે મળી રહેશે. માટે મનમાં સંકલ્પ વિકલ્પ કરવા નહીં. (પૃ. ૩૮૭) D શરીરનિર્વાહાદિ વ્યવહાર સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થવા યોગ્ય છે, એટલે તે વિષે કંઈ પણ વિકલ્પ
રાખવા યોગ્ય નથી. (પૃ. ૬૦૫) 3 જીવિતવ્ય કે જીવનપૂર્ણતા સંબંધી કંઇ સંકલ્પ-વિકલ્પ કરશો નહીં. (પૃ. ૧૬૯). T કોઈ પણ પ્રકારની પરમાર્થ સબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઇચ્છા કરવી નહીં; અર્થાત્ કંઈ પણ
પ્રકારના દિવ્યતેજયુક્ત પદાર્થો ઇત્યાદિ દેખાવા વગેરેની ઇચ્છા. મનઃકલ્પિત ધ્યાનાદિ એ સર્વ સંકલ્પની
જેમ બને તેમ નિવૃત્તિ કરવી. (પૃ. ૩૧૮) D જીવે વિકલ્પના વ્યાપાર કરવા નહીં. (પૃ. ૭૧૦)
દેહધારી જીવમાં અધ્યવસાય વર્તાય, સંકલ્પ વિકલ્પ ઊભા થાય, પણ જ્ઞાનથી નિર્વિકલ્પપણું થાય.
(પૃ. ૭૦૫) D ભણેલું ભૂલ્ય છૂટકો છે. ભૂલ્યા વિના વિકલ્પ દૂર ન થાય. જ્ઞાનની જરૂર છે. (પૃ. ૬૬૩) સંગ D સમપરિણામને રસ્તે ચઢાવે તે સાચો સંગ. (પૃ. ૭૧૧)
જે સાધુના સંગથી અંતર્ગુણ પ્રગટે તેનો સંગ કરવો. (પૃ. ૭૨૭)