________________
સર્વસંગપરિત્યાગ (ચાલુ)
૨૪ એવો નિશ્ચય કરી તેની ઉત્પત્તિ માટે ગૃહાશ્રમમાં પડવું, અને વળી તેની ઉત્પત્તિ થશે એ પણ માની વાળવું; અને કદાપિ તે સંયોગો બન્યા તો જેમ હાલ પુત્રોત્પત્તિ માટે આ પુરુષને અટકવું પડયું હતું તેમ તેને પણ અટકવું થાય તેથી તો કોઈને ઉત્કૃષ્ટ ત્યાગરૂપ મોક્ષસાધન પ્રાપ્ત થવાનો જોગ ન આવવા દેવા
જેવું થાય.
વળી કોઈ કોઈ ઉત્તમ સંસ્કારવાન પુરુષોના ગૃહસ્થાશ્રમ પહેલાંના ત્યાગથી વંશવૃદ્ધિ અટકવાનો વિચાર લઈએ તો તેવા ઉત્તમ પુરુષના ઉપદેશથી અનેક જીવો જે મનુષ્યાદિ પ્રાણીનો નાશ કરતાં ડરતાં નથી તેઓ ઉપદેશ પામી વર્તમાનમાં તેવી રીતે મનુષ્યાદિનો નાશ કરતાં કેમ ના અટકે ? તથા શુભવૃત્તિ પામવાથી ફરી મનુષ્યપણું કેમ ન પામે? અને એ રીતે મનુષ્યનું રક્ષણ તથા વૃદ્ધિ પણ સંભવે. (પૃ. ૫૧૪-૫). સંસારત્યાગ કર્યા વિના મુક્તિ ક્યાંથી હોય ? સ્ત્રીના શૃંગારમાં લુબ્ધ થઇ જવાથી કેટલા બધા વિષયમાં લુબ્ધાઇ જવું પડે છે. સંતાન ઉત્પન્ન થાય છે. તેમને પાળવા-પોષવાં અને મોટાં કરવાં પડે છે. મારું તારું કરવું પડે છે. ઉદરભરણાદિ માટે તરખડથી વ્યાપારાદિમાં કપટ વેતરવાં પડે છે. મનુષ્યોને ઠગવાં, અને સોળ પચ્ચાં વ્યાસી અને બે મૂક્યા છૂટના આવા પ્રપંચો લગાવવા પડે છે. અરે ! એવી તો અનેક જંજાળોમાં જોડાવું પડે છે. ત્યારે એવા પ્રપંચમાંથી તે મુક્તિ સાધ્ય કોણ કરી શકવાનો હતો? અને જન્મ, જરા, મરણનાં દુ:ખો ક્યાંથી ટાળવાનો હતો? પ્રપંચમાં રહેવું એ જ બંધન છે. (પૃ. ૨૫-૬).
જ્યાં સુધી સર્વસંગપરિત્યાગરૂપ યોગ નિરાવરણ થાય નહીં ત્યાં સુધી જે ગૃહાશ્રમ વર્તે તે ગૃહાશ્રમમાં કાળ વ્યતીત કરવા વિષેનો વિચાર કર્તવ્ય છે. ક્ષેત્રનો વિચાર કર્તવ્ય છે. જે વ્યવહારમાં વર્તવું તે
વ્યવહારનો વિચાર કર્તવ્ય છે, કેમ કે પૂર્વાપર અવિરોધપણું નહીં તો રહેવું કઠણે છે. (પૃ. ૮૧૭) D યુવાવયનો સર્વસંગપરિત્યાગ પરમપદને આપે છે. (પૃ. ૧૨૮) T સર્વસંગપરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિરહિત થતો નથી. કેમકે જ્યાં સુધી
અંતર પરિણતિ પર દ્રષ્ટિ ન થાય અને તથારૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાં સુધી સર્વસંગપરિત્યાગ પણ નામ માત્ર થાય છે; અને તેવા અવસરમાં પણ અંતર પરિણતિ પર દ્રષ્ટિ દેવાનું ભાન જીવને આવવું કઠણ છે, તો પછી ગૃહવ્યવહારને વિષે લૌકિક અભિનિવેશપૂર્વક રહી અંતર પરિણતિ પર દૃષ્ટિ દેવાનું બનવું
કેટલું દુઃસાધ્ય હોવું જોઇએ તે વિચારવા યોગ્ય છે. (પૃ. ૪૯૫) 0 જો મૂળમાર્ગ પ્રગટતામાં આણવો હોય તો પ્રગટ કરનારે સર્વસંગપરિત્યાગ કરવો યોગ્ય; કેમકે તેથી
ખરેખર સમર્થ ઉપકાર થવાનો વખત આવે. (પૃ. ૫૧૮) T સંબંધિત શિર્ષકો : ત્યાગ, સંગ સહજ
સહજસ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ “મોક્ષ' કહે છે. સહજસ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજસ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થયું તે જ સહજસ્વરૂપે સ્થિતિ છે. સંગના યોગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્યો છે; સંગની નિવૃત્તિએ સહજસ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. એ જ માટે સર્વ તીર્થકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યાં છે. (પૃ. ૪૬૯) . જીવનું સહજવરૂપ એટલે કર્મરહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે તે ઇશ્વરપણું છે.