SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૧ શુષ્કજ્ઞાની શુષ્કજ્ઞાની 'T બંધ, મોક્ષ માત્ર કલ્પના છે, એવાં નિશ્ચયવાક્ય માત્ર વાણીમાં બોલે છે, અને તથારૂપ દશા થઈ નથી, મોહના પ્રભાવમાં વર્તે છે, એ અહીં શુષ્કાની કહ્યા છે. (પૃ. ૨૨૭) D જે શુષ્કજ્ઞાનીઓ ત્યાગવૈરાગ્યાદિ રહિત છે, માત્ર વાચજ્ઞાની છે તેને એમ કહ્યું કે વૈરાગ્યાદિ સાધન છે તે આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણો છે, કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી, તમે વૈરાગ્યાદિ પણ પામ્યા નથી, તો આત્મજ્ઞાન ક્યાંથી પામ્યા હો તે કંઈક આત્મામાં વિચારો. તમે આત્મજ્ઞાન અમને છે એમ માનો છો અને આત્મામાં તો ભોગાદિ કામનાની અગ્નિ બળ્યા કરે છે, પૂજાસત્કારાદિની કામના વારંવાર સ્કુરાયમાન થાય છે, સહજ અશાતાએ બહુ આકુળવ્યાકુળતા થઈ જાય છે, તે કેમ લક્ષમાં આવતા નથી કે આ આત્મજ્ઞાનનાં લક્ષણો નહીં ! “માત્ર માનાદિ કામનાએ આત્મજ્ઞાની કહેવરાવું છું,’ એમ જે સમજવામાં આવતું નથી તે સમજો; અને વૈરાગ્યાદિ સાધનો પ્રથમ તો આત્મામાં ઉત્પન્ન કરો કે જેથી આત્મજ્ઞાનની સન્મુખતા થાય. શુષ્કજ્ઞાનીને ત્યાગ વૈરાગ્યાદિ સાધનનો ઉપદેશ કરી વાચાજ્ઞાનમાં કલ્યાણ નથી એમ પ્રેર્યું. (પૃ. ૫૨૭-૮) ઘણાને શુષ્કજ્ઞાનીપણું વર્તે છે તેનું શું કારણ હોવું જોઇએ? એવી આશંકા કરી તેનું સમાધાનઃસદ્ગુરુના ચરણને જે પોતાનો પક્ષ એટલે મત છોડી દઈ સેવે તે પરમાર્થને પામે, અને નિજપદનો એટલે આત્મસ્વભાવનો લક્ષ લે. ' જે શુષ્કજ્ઞાની છે તેણે સદ્ગુરુના ચરણ સેવ્યા નથી, માત્ર પોતાની મતિકલ્પનાથી વચ્છેદપણે અધ્યાત્મગ્રંથો વાંચ્યા છે, અથવા શુષ્કજ્ઞાની સમીપથી તેવા ગ્રંથો કે વચનો સાંભળી લઈને પોતાને વિષે જ્ઞાનીપણું માન્યું છે, અને જ્ઞાની ગણાવાના પદનું એક પ્રકારનું માન છે તેમાં તેને મીઠાશ રહી છે, અને એ તેનો પક્ષ થયો છે; અથવા કોઈ એક કારણવિશેષથી શાસ્ત્રોમાં દયા, દાન, અને હિંસા, પૂજાનું સમાનપણું કહ્યું છે તેવા વચનોને તેનો પરમાર્થ સમજ્યા વિના હાથમાં લઈને માત્ર પોતાને જ્ઞાની મનાવા અર્થે. અને પામર જીવના તિરસ્કારના અર્થે તે વચનોનો ઉપયોગ કરે છે, પણ તેવાં વચનો કયે લશે સમજવાથી પરમાર્થ થાય છે તે જાણતો નથી. વળી જેમ દયાદાનાદિકનું શાસ્ત્રોમાં નિષ્ફળપણું કહ્યું છે તેમ નવપૂર્વ સુધી ભણ્યા છતાં તે પણ અફળ ગયું એમ જ્ઞાનનું પણ નિષ્ફળપણું કહ્યું છે, તો તે શુષ્કજ્ઞાનનો જ નિષેધ છે. એમ છતાં તેનો લક્ષ તેને થતો નથી, કેમકે જ્ઞાની બનવાના માને તેનો આત્મા મૂઢતાને પામ્યો છે, તેથી તેને વિચારનો અવકાશ રહ્યો નથી. ક્રિયાજડ અથવા શુષ્કજ્ઞાની તે બન્ને ભૂલ્યા છે, અને તે પરમાર્થ પામવાની વાંછા રાખે છે, અથવા પરમાર્થ પામ્યા છીએ એમ કહે છે, તે માત્ર તેમનો દુરાગ્રહ તે પ્રત્યક્ષ દેખાય છે. જો સદ્ગુરુના ચરણ સેવ્યા હોત, તો એવા દુરાગ્રહમાં પડી જવાનો વખત ન આવત, અને આત્મસાધનમાં જીવ દોરાત, અને તથારૂપ સાધનથી પરમાર્થને પામત, અને નિજપદનો લક્ષ લેત; અર્થાત્ તેની વૃત્તિ આત્મસન્મુખ થાત. (પૃ. ૫૨૮-૯) I અપાત્ર શ્રોતાને દ્રવ્યાનુયોગાદિ ભાવ ઉપદેશવાથી નાસ્તિકાદિ ભાવો ઉત્પન્ન થવાનો વખત આવે છે, અથવા શુષ્કજ્ઞાની થવાનો વખત આવે છે. (પૃ. ૫૭૯)
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy