________________
શાંતિ (ચાલુ)
૫૫૦ ઇત્યાદિકે અધિક છું એમ માનશે, શાસ્ત્રને જાળરૂપે સમજશે, મર્મને માટે મિથ્યા મોહ કરશે, ત્યાં સુધી તેની શાંતિ થવી દુર્લભ છે એ જ આ પત્તાથી જણાવું છું. તેમાં જ બહ સમાયું છે. ઘણે સ્થળેથી વાંચ્યું હોય, સુર્યું હોય તોપણ આ પર અધિક લક્ષ રાખશો. (પૃ. ૨૨૬). T કહેવું ઘટે ત્યાં કહેવું પણ સહજ સ્વભાવે કહેવું. મંદપણે કહેવું નહીં તેમ આક્રોશથી કહેવું નહીં. માત્ર
સહજ સ્વભાવે શાંતિપૂર્વક કહેવું. (પૃ. ૬૮૭) | સાયંકાળ થયા પછી વિશેષ શાંતિ લેજે. (પૃ. ૬) | શિક્ષા | જ્યારે પૂર્વકર્મનાં નિબંધનથી અનુકૂળ નહીં એવાં નિમિત્તમાં નિવાસ પ્રાપ્ત થયો છે, ત્યારે ગમે તેમ
કરીને પણ તેના પ્રત્યે અષપરિણામ રહે એમ પ્રવર્તવું એ જ અમારી વૃત્તિ છે, અને એ જ શિક્ષા છે. (પૃ. ૩૪૮) I પૂર્વકર્મને અનુસરી જે કંઈ પણ સુખદુઃખ પ્રાપ્ત થાય તે સમાનભાવથી વેદવું એ જ્ઞાનીની શિખામણ સાંભરી આવી છે, તે લખી છે. માયાની રચના ગહન છે. (પૃ. ૩૨૦). પૂર્વાપર અસમાધિરૂપ થાય તે ન કરવાની શિક્ષા પ્રથમ પણ આપી છે. અને અત્યારે પણ એ શિક્ષા વિશેષ
સ્મરણમાં લેવી યોગ્ય છે. કારણ એમ રહેવાથી ઉત્તરકાળે ધર્મપ્રાપ્તિ સુલભ થાય. (પૃ. ૨૫૮) | સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર
જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. (પૃ. ૩૭૯) T કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે. (પૃ. ૨૯૦) શિથિલતા I મૂળ વાત તો એ છે કે જીવને વૈરાગ્ય આવતાં છતાં પણ જે તેનું અત્યંત શિથિલપણું છે - ઢીલાપણું છે - તે
ટાળતાં તેને અત્યંત વસમું લાગે છે, અને ગમે તે પ્રકારે પણ એ જ પ્રથમ ટાળવા યોગ્ય છે. (પૃ. ૩૯૮). T શિથિલતા ઘટવાનો ઉપાય જીવ જો કરે તો સુગમ છે. (પૃ. ૩૧)
D સંબંધિત શિર્ષક : કર્મ-શિથિલ | શુક્લધ્યાન 0 ધર્મધ્યાન, શુક્લધ્યાન ઉત્તમ કહેવાય. આd, રૌદ્ર, એ ધ્યાન માઠાં કહેવાય. (પૃ. ૭૦૫) દ્રવ્યાનુયોગ પર ગંભીર અને સૂક્ષ્મ છે, નિગ્રંથપ્રવચનનું રહસ્ય છે, શુક્લધ્યાનનું અનન્ય કારણ છે.
શુક્લધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. (પૃ. ૪૩૨) [ આ કાળમાં શુક્લધ્યાનની મુખ્યતાનો અનુભવ ભારતમાં અસંભવિત છે. તે ધ્યાનની પરોક્ષ કથારૂપ
અમૃતતાનો રસ કેટલાક પુરુષો પ્રાપ્ત કરી શકે છે; પણ મોક્ષના માર્ગની અનુકૂળતા ધોરી વાટે પ્રથમ ધર્મધ્યાનથી છે. (પૃ. ૧૮૮) સંબંધિત શિર્ષક : ધ્યાન