________________
વૈરાગ્ય (ચાલુ)
૫૩૨
1 ભોગમાં રોગનો ભય છેઃ કળને પડવાનો ભય છે. લક્ષ્મીમાં રાજાનો ભય છે: માનમાં દીનતાનો ભય
છે; બળમાં શત્રુનો ભય છે; રૂપથી સ્ત્રીને ભય છે; શાસ્ત્રમાં વાદનો ભય છે; ગુણમાં ખળનો ભય છે; અને કાયા પર કાળનો ભય છે; એમ સર્વ વસ્તુ ભયવાળી છે; માત્ર એક વૈરાગ્ય જ અભય છે !!! (પૃ. ૩૩) સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ એવા આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. એ નિશ્રયમાં ત્રણે કાળને વિષે શંકા થવા યોગ્ય નથી. (પૃ. ૪૯૦). 1 અસાર અને કલેશરૂપ આરંભપરિગ્રહના કાર્યમાં વસતાં જો આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગૃત રહે
તો ઘણાં વર્ષનો ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઇ આવે છે, એવો નિત્યે પ્રત્યે નિશ્ચય સંભારીને નિરુપાય પ્રસંગમાં કંપતા ચિત્તે ન જ છૂટયે પ્રવર્તવું ઘટે છે. (પૃ. ૪૪૮). D જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હોય છે; એકલાં ન હોય. વૈરાગ્ય શૃંગાર સાથે ન હોય,
અને શૃંગાર સાથે વૈરાગ્ય ન હોય. વીતરાગવચનની અસરથી ઇન્દ્રિયસુખ નીરસ ન લાગ્યાં તો જ્ઞાનીનાં વચનો કાને પડયાં જ નથી, એમ સમજવું. (પૃ. ૭૬૨).
ત્યાગ સાથે વૈરાગ્ય જોડાય છે, કારણ કે વૈરાગ્ય થયે જ ત્યાગ થાય છે. (પૃ. ૭૫૭) D વૈરાગી વ્હય રાખવું. દર્શન પણ વૈરાગી રાખવું. (પૃ. ૧૩૬) I વૈરાગ્ય અને ગંભીરભાવથી બેસવું. (પૃ. ૧૩૬)
પ્રથમથી આયુધ બાંધતાં, ને વાપરતાં શીખ્યા હોઈએ તો લડાઈ વખતે તે કામ આવે છે; તેમ પ્રથમથી
વૈરાગ્યદશા પ્રાપ્ત કરી હોય તો અવસર આવ્યું કામ આવે છે; આરાધના થઈ શકે છે. (પૃ. ૭૭૨) D સંબંધિત શિર્ષક: ત્યાગવૈરાગ્ય વૈરાગ્યઉપશમ,
જેમ બને તેમ જીવના પોતાના દોષ પ્રત્યે લક્ષ કરી બીજા જીવપ્રત્યે નિર્દોષવૃષ્ટિ રાખી વર્તવું અને
વૈરાગ્યઉપશમનું જેમ આરાધના થાય તેમ કરવું એ પ્રથમ સ્મરણવાયોગ્ય વાત છે. (પૃ. ૪૦૦) D વૈરાગ્યઉપશમનું બળ વધે તે પ્રકારનો સત્સંગ, સાસ્ત્રનો પરિચય કરવો એ જીવને પરમ હિતકારી
છે. બીજો પરિચય જેમ બને તેમ નિવર્તન યોગ્ય છે. (પૃ. ૪૧૪). D જિનાગમમાં પ્રત્યેક આત્મા માની પરિમાણમાં અનંત આત્મા કહ્યા છે, અને વેદાંતમાં પ્રત્યેક કહેવામાં
આવી, સર્વત્ર ચેતનસત્તા દેખાય છે તે એક જ આત્માની છે. અને આત્મા એક જ છે, એમ પ્રતિપાદન કર્યું છે, તે બેય વાત મુમુક્ષુપુરુષે જરૂર કરી વિચારવા જેવી છે, અને યથાપ્રયત્ન તે વિચારી, નિર્ધાર કરવા યોગ્ય છે, એ વાત નિઃસંદેહ છે. તથાપિ જ્યાં સુધી પ્રથમ વૈરાગ્ય અને ઉપશમનું બળ દ્રઢપણે. જીવમાં આવ્યું ન હોય, ત્યાં સુધી તે વિચારથી ચિત્તનું સમાધાન થવાને બદલે ચંચળપણું થાય છે, અને તે વિચારનો નિર્ધાર પ્રાપ્ત થતો નથી; તથા ચિત્ત વિક્ષેપ પામી યથાર્થપણે પછી વૈરાગ્યઉપશમને ધારણ કરી શકતું નથી; માટે તે પ્રશ્નનું સમાધાન જ્ઞાની પુરુષોએ કર્યું છે તે સમજવા આ જીવમાં વૈરાગ્યઉપશમ અને સત્સંગનું બળ હાલ તો વધારવું ઘટે છે, એમ જીવમાં વિચારી વૈરાગ્યાદિ બળ
વધવાનાં સાધન આરાધવાનો નિત્ય પ્રતિ વિશેષ પુરુષાર્થ યોગ્ય છે. (પૃ. ૩૯૯). D જે પુસ્તકથી વૈરાગ્ય ઉપશમ થાય તે સમકિતવૃષ્ટિનાં પુસ્તકો છે. (પૃ. ૭૨૫).