SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્ય (ચાલુ) ૫૩૧ આત્માનેં નિંદવો, અને એવો ખેદ કરવો કે જેથી વૈરાગ્ય આવે; સંસાર ખોટો લાગે. ગમે તે મરણ પામે, પણ જેની આંખમાંથી આંસુ આવે, સંસાર અસાર જાણી જન્મ, જરા, મરણ મહાભયંકર જાણી વૈરાગ્ય પામી આંસુ આવે તે ઉત્તમ છે. પોતાનો છોકરો મરણ પામે, ને રુએ તેમાં કાંઇ વિશેષ નથી, તે તો મોહનું કારણ છે. (પૃ. ૭૨૪) D વિચાર વિના વૈરાગ્ય આવે નહીં; વૈરાગ્ય, વિચાર વગર જ્ઞાન આવે નહીં. (પૃ. ૭૨૫) D બુદ્ધદેવને રોગ, દરિદ્રતા, વૃદ્ધાવસ્થા અને મોત એ ચા૨ બાબત ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો. (પૃ. ૭૭૮) લોકત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે. (પૃ. ૨૨૨) અંતર્નાનથી સ્મરણ કરતાં એવો કોઇ કાળ જણાતો નથી વા સાંભરતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ - વિકલ્પનું રટણ ન કર્યું હોય, અને એ વડે ‘સમાધિ’ ન ભૂલ્યો હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈરાગ્યને આપે છે. (પૃ. ૨૨૧) E કેટલાક જીવો મોહગર્ભિત વૈરાગ્યથી અને કેટલાક દુ:ખગર્ભિત વૈરાગ્યથી દીક્ષા લે છે. ‘દીક્ષા લેવાથી સારા સારા નગરે, ગામે ફરવાનું થશે. દીક્ષા લીધા પછી સારા સારા પદાર્થો ખાવાને મળશે, ઉઘાડા પગે તડકે ચાલવું પડશે તેટલી મુશ્કેલી છે, પણ તેમ તો સાધારણ ખેડૂતો કે પાટીદારો પણ તડકામાં કે ઉઘાડા પગે ચાલે છે, તો તેની પેરે સહજ થઇ રહેશે; પણ બીજી રીતે દુઃખ નથી અને કલ્યાણ થશે.’ આવી ભાવનાથી દીક્ષા લેવાનો જે વૈરાગ્ય થાય તે ‘મોહગર્ભિત વૈરાગ્ય.’ પૂનમને દહાડે ઘણા લોકો ડાંકોર જાય છે, પણ કોઇ એમ વિચારતું નથી કે આથી આપણું કલ્યાણ શું થાય છે ? પૂનમને દહાડે રણછોડજીનાં દર્શન કરવા બાપદાદા જતા તે જોઇ છોકરાં જાય છે, પણ તેનો હેતુ વિચારતાં નથી. આ પ્રકાર પણ મોહગર્ભિત વૈરાગ્યનો છે. જે સાંસારિક દુઃખથી સંસારત્યાગ કરે છે તે દુઃખગર્ભિત વૈરાગ્ય સમજવો. (પૃ. ૬૯૫) D બાપ પોતે પચાસ વર્ષનો હોય, અને તેનો છોકરો વીશ વર્ષનો મરી જાય તો તે બાપ તેની પાસેના જે દાગીના હોય તે કાઢી લે છે ! પુત્રના દેહાંતક્ષણે જે વૈરાગ્ય હતો તે સ્મશાન વૈરાગ્ય હતો. (પૃ. ૭૦૧) જે વડે વૈરાગ્યની વૃદ્ધિ થાય તે વાંચન વિશેષ કરીને રાખવું. (પૃ. ૩૩૫) જેમાં પૃથ્યાદિકનો વિસ્તારથી વિચાર કર્યો છે એવાં વચનો કરતાં ‘વૈતાલીય’ અધ્યયન જેવાં વચનો વૈરાગ્યની વૃદ્ધિ કરે છે; અને બીજાં મતભેદવાળાં પ્રાણીને પણ તેમાં અરુચિ થતી નથી. (પૃ. ૨૬૬) D ‘સત્'ને વિષે પ્રીતિ, ‘સત્’રૂપ સંતને વિષે પરમ ભક્તિ, તેના માર્ગની જિજ્ઞાસા, એ જ નિરંતર સંભારવા યોગ્ય છે. તે સ્મરણ રહેવામાં ઉપયોગી એવાં વૈરાગ્યાદિક ચરિત્રવાળાં પુસ્તકો અને વૈરાગી, સરળ ચિત્તવાળાં મનુષ્યનો સંગ અને પોતાની ચિત્તશુદ્ધિ એ સારાં કારણો છે. એ જ મેળવવા રટણ રાખવું કલ્યાણકારક છે. (પૃ. ૨૮૨) સમતાની, વૈરાગ્યની વાતો સાંભળવી, વિચારવી. બાહ્ય વાતો જેમ બને તેમ મૂકી દેવી. (પૃ. ૭૧૯) વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે માટે જંજાળમોહિનીથી આજે અત્યંત૨મોહિની વધારીશ નહીં. (પૃ. ૬) વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઇ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે. (પૃ. ૯૬)
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy