SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૩ વિરતિ - અવિરતિ | સંબંધિત શિર્ષક : ભાવ વિમુખપણું D જે કારણો જીવને પ્રાપ્ત થવાથી કલ્યાણનું કારણ થાય તે (બીજા) કારણોની પ્રાપ્તિ તે જીવોને આ ભવને વિષે થતી અટકે છે; કેમકે, તે તો પોતાનાં અજ્ઞાનપણાથી નથી ઓળખાણ પડ્યું એવા સપુરુષ સંબંધીની તમ (શ્રી ત્રિભોવનભાઈ) વગેરેથી પ્રાપ્ત થયેલી વાતથી તે પુરુષ પ્રત્યે વિમુખપણાને પામે છે, તેને વિષે આગ્રહપણે અન્ય અન્ય ચેષ્ટા કહ્યું છે, અને ફરી તેવો જોગ થયે તેવું વિમુખપણું ઘણું કરીને બળવાનપણાને પામે છે. એમ ન થવા દેવા અને આ ભવને વિષે તેમને તેવો જોગ જો અજાણપણે પ્રાપ્ત થાય તો વખતે શ્રેયને પામશે એમ ધારણા રાખી, અંતરંગમાં એવા પુરુષને પ્રગટ રાખી બાહ્યપ્રદેશ ગુપ્તપણું રાખવું વધારે યોગ્ય છે. (પૃ. ૩૪૩) 0 ત્યાગવા યોગ્ય એવાં સ્વચ્છેદાદિ કારણો તેને વિષે તો જીવ રુચિપૂર્વક પ્રવર્તી રહ્યા છે. જેનું આરાધન કરવું ઘટે છે એવા આત્મસ્વરૂપ સત્પષો વિષે કાં તો વિમુખપણું અને કાં તો અવિશ્વાસપણું વર્તે છે, અને તેવા અસત્સંગીઓના સહવાસમાં કોઇ કોઇ મુમુક્ષુઓને પણ રહ્યા કરવું પડે છે. (પૃ. ૨૧૯). | વિયોગ T વિયોગ છે, તો તેમાં કલ્યાણનો પણ વિયોગ છે, એ વાર્તા સત્ય છે, તથાપિ જો જ્ઞાનીના વિયોગમાં પણ તેને જ વિષે ચિત્ત વર્તે છે, તો કલ્યાણ છે. ધીરજનો ત્યાગ કરવાને યોગ્ય નથી. (પૃ. ૩૩૦) [વિરતિ - અવિરતિ, 0 તીર્થકરે જ્ઞાનનું ફળ વિરતિ કહ્યું છે. (પૃ. ૪૬૮) D “વિરતિ” એટલે “મુકાવું, અથવા રતિથી વિરુદ્ધ, રતિ નહીં તે. અવિરતિમાં ત્રણ શબ્દનો સંબંધ છે. અવિ+રતિ=અષનહીં+વિ=વિરુદ્ધ+રતિકપ્રીતિ, એટલે પ્રીતિ વિરુદ્ધ નહીં તે “અવિરતિ’ છે. તે અવિરતિપણું બાર પ્રકારનું હોય છે. પાંચ ઇન્દ્રિય, અને છઠ્ઠું મન તથા પાંચ સ્થાવર જીવ, અને એક ત્રસ જીવ મળી કુલ તેના બાર પ્રકાર છે. એવો સિદ્ધાંત છે કે કૃતિ વિના જીવને પાપ લાગતું નથી. તે કૃતિની જ્યાં સુધી વિરતિ કરી નથી ત્યાં સુધી અવિરતપણાનું પાપ લાગે છે. સમસ્ત એવા ચૌદ રાજલોકમાંથી તેની પાપક્રિયા ચાલી આવે છે. કોઇ જીવ કંઈ પદાર્થ યોજી મરણ પામે, અને તે પદાર્થની યોજના એવા પ્રકારની હોય કે તે યોજેલો પદાર્થ જ્યાં સુધી રહે, ત્યાં સુધી તેનાથી પાપક્રિયા થયા કરે; તો ત્યાં સુધી તે જીવને અવિરતિપણાની પાપક્રિયા ચાલી આવે છે; જોકે જીવે બીજો પર્યાય ધારણ કર્યાથી અગાઉના પર્યાય સમયે જે જે પદાર્થની યોજના કરેલી છે તેની તેને ખબર નથી તોપણ, તથા હાલના પર્યાયને સમયે તે જીવ તે યોજેલા પદાર્થની ક્રિયા નથી કરતો તોપણ. જ્યાં સુધી તેનો મોહભાવ વિરતિપણાને નથી પામ્યો ત્યાં સુધી, અવ્યક્તપણે તેની ક્રિયા ચાલી આવે છે. હાલના પર્યાયને સમયે તેના અજાણપણાનો લાભ તેને મળી શકતો નથી. તે જીવે સમજવું જોઈતું હતું કે આ પદાર્થથી થતો પ્રયોગ જ્યાં સુધી કાયમ રહેશે ત્યાં સુધી તેની પાપક્રિયા ચાલુ રહેશે. તે યોજેલા પદાર્થથી અવ્યક્તપણે પણ થતી (લાગતી) ક્રિયાથી મુક્ત થવું હોય તો મોહભાવને મૂકવો. મોહ મૂકવાથી એટલે વિરતિપણું કરવાથી પાપક્રિયા બંધ થાય છે. તે વિરતિપણું તે જ પર્યાયને વિષે આદરવામાં આવે,
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy