________________
વિપર્યાસ (ચાલુ)
૫૧૨ | શ્રી તીર્થકરાદિ મહાત્માઓએ એમ કહ્યું છે કે જેને વિપર્યાસ મટી દેહાદિને વિષે થયેલી આત્મબુદ્ધિ, અને
આત્મભાવને વિષે થયેલી દેહબુદ્ધિ તે મટી છે, એટલે આત્મા આત્મપરિણામી થયો છે, તેવા જ્ઞાનીપુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે, ત્યાં સુધી જાગૃતિમાં રહેવું યોગ્ય છે. કેમકે, અવકાશ પ્રાપ્ત થયે. અનાદિ વિપર્યાસ ભયનો હેતુ ત્યાં પણ અમે જામ્યો છે. ચાર ઘનઘાતી કર્મ જ્યાં છિન્ન થયાં છે, એવા સહજ સ્વરૂપ પરમાત્માને વિષે તો સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ જાગૃતિરૂપ તુર્યાવસ્થા છે; એટલે ત્યાં અનાદિ વિપર્યાસ નિર્બેજપણાને પ્રાપ્ત થવાથી કોઈપણ પ્રકારે ઉદ્ભવ થઈ શકે જ નહીં, તથાપિ તેથી ન્યૂન એવાં વિરત્યાદિ ગુણસ્થાનકે વર્તતા એવા જ્ઞાનીને તો કાર્યો
કાર્યો અને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ યોગ્ય છે. (પૃ. ૪૦૬-૭) વિભાવ
“વિભાવ' એટલે ‘વિરુદ્ધભાવ' નહીં, પરંતુ “વિશેષભાવ'. આત્મા આત્મારૂપે પરિણમે તે “ભાવ” છે, અથવા “સ્વભાવ' છે. જ્યારે આત્મા તથા જડનો સંયોગ થવાથી આત્મા સ્વભાવ કરતાં આગળ જઈ
વિશેષભાવે પરિણમે તે ‘વિભાવ' છે. આ જ રીતે જડને માટે પણ સમજવું. (પૃ. ૭૫૯) | જ્યાં વિભાવ એટલે મિથ્યાત્વ વર્તે છે, ત્યાં મુખ્ય નયથી કર્મનું કર્તાપણું અને ભોક્તાપણું છે.
(પૃ. ૫૫૪) | ભાવકર્મનો કર્તા જીવ છે. ભાવકર્મનું બીજું નામ વિભાવ કહેવાય છે. (પૃ. ૮૨૭) D પ્ર0 વિભાવદશા શું ફળ આપે?
ઉ૦ જન્મ, જરા, મરણાદિ સંસાર. (પૃ. ૬૪૮)
જો આ જીવે તે વિભાવપરિણામ ક્ષીણ ન કર્યો તો આ જ ભવને વિષે તે પ્રત્યક્ષ દુઃખ વેદશે. (પૃ. ૮૦૮). D “જ્ઞાનનું ફળ વિરતિ છે.” વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવનાં કાર્યોથી અને વિભાવનાં પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવનાં કાર્યોનો અને વિભાવનાં ફળનો
ત્યાગી ન થયો, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. (પૃ. ૫૬૮-૯). T સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજપર્યાયને સહજપણે આત્મા ભજે, તેને શ્રી જિને
તીવ્રજ્ઞાનદશા કહી છે. (પૃ.૪૫૪) (1 કરોડો વર્ષનું સ્વપ્ન હોય તોપણ જાગ્રત થતાં તરત શમાય છે, તેમ અનાદિનો વિભાવ છે તે આત્મજ્ઞાન
થતાં દૂર થાય છે. (પૃ. ૫૫૪) “સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવું' એ જ મુખ્ય તો સમજવાનું છે. બાળજીવોને સમજવા સારુ સિદ્ધાંતોના મોટાભાગનું વર્ણન જ્ઞાનીપુરુષોએ કર્યું છે. (પૃ. ૧૯૫) D જીવને, આત્માની અને એની શક્તિની વિભાવ આડે ખબર નથી. (પૃ. ૬૩) D દયા, સત્ય આદિ જે સાધનો છે તે વિભાવને ત્યાગવાના સાધનો છે. અંતરસ્પર્શે તો વિચારને મોટો ટેકો
મળે છે. અત્યાર સુધીનાં સાધનો વિભાવના ટેકા હતા; તેને સાચાં સાધનોથી જ્ઞાની પુરુષ હલાવે છે. (પૃ. ૭૨૬).