SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ વિચાર (ચાલુ) ૫૦૬ વિચારનું સ્થળ જાણી વેદાંતનું પૃથક્કરણ થવા તે આગમ વાંચવાનું વિચારવા યોગ્ય છે. (પૃ. ૪૫૫-૬) D દર્પણ, જળ, દીપક, સૂર્ય અને ચક્ષુના સ્વરૂપ પર વિચાર કરશો તો કેવળજ્ઞાનથી પદાર્થનું જે પ્રકાશકપણું થાય છે એમ જિને કહ્યું છે તે સમજવાને કંઈક સાધન થશે. (પૃ. ૪૬૦) ચાલ્યું આવતું વૈર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ, નહીં તો તેની સાવચેતી રાખજે. તેમ નવું વૈર વધારીશ નહીં, કારણ વૈર કરી કેટલા કાળનું સુખ ભોગવવું છે એ વિચાર તત્ત્વજ્ઞાનીઓ કરે છે. (પૃ. ૬). સાહસ કર્તવ્ય પહેલાં વિચાર રાખવો. (પૃ. ૧૩૭) અમારો ઉપદેશ તો જેને તરત જ કરવા ઉપર વિચાર હોય તેને જ કરવો. (પૃ. ૭૩૫) T સર્વ વિચારણાનું ફળ આત્માનું સહજસ્વભાવે પરિણામ થવું એ જ છે. (પૃ. ૪૬૩) D ચાર અનુયોગનું તથા તેના સૂક્ષ્મ ભાવોનું જ સ્વરૂપ, તે જીવે વારંવાર વિચારવા યોગ્ય છે, જાણવા યોગ્ય છે. તે પરિણામે નિર્જરાનો હેતુ થાય છે, વા નિર્જરા થાય છે. ચિત્તની સ્થિરતા કરવા માટે સઘળું કહેવામાં આવ્યું છે; કારણ કે એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ જીવે જો કંઈ જાણ્યું હોય તો તેને વાસ્તે વારંવાર વિચાર કરવાનું બને છે; અને તેવા વિચારથી જીવની બાહ્યવૃત્તિ નહીં થતાં અંદરની અંદર વિચારતાં સુધી સમાયેલી રહે છે. અંતરવિચારનું સાધન ન હોય તો જીવની બાહ્યવસ્તુ ઉપર વૃત્તિ જઈ અનેક જાતના ઘાટ ઘડાય છે. જીવને અવલંબન જોઇએ છે. તેને નવરો બેસી રહેવાનું ઠીક પડતું નથી. એવી જ ટેવ પડી ગઈ છે; તેથી જો ઉપલા પદાર્થનું જાણપણું થયું હોય તો તેના વિચારને લીધે સચિત્તવૃત્તિ બહાર નીકળવાને બદલે અંદર સમાયેલી રહે છે, અને તેમ થવાથી નિર્જરા થાય છે. પુદ્ગલ, પરમાણુ અને તેના પર્યાયાદિનું સૂક્ષ્મપણું છે, તે જેટલું વાણીગોચર થઈ શકે તેટલું કહેવામાં આવ્યું છે. તે એટલા સારુ કે એ પદાર્થો મૂર્તિમાન છે, અમૂર્તિમાન નથી. મૂર્તિમાન છતાં આ પ્રમાણે સૂક્ષ્મ છે, તેના વારંવાર વિચારથી સ્વરૂપ સમજાય છે, અને તે પ્રમાણે સમજાયાથી તેથી સૂક્ષ્મ અરૂપી એવો જે આત્મા તે સંબંધી જાણવાનું કામ સહેલું થાય છે. (પૃ. ૭૫૬) T સંબંધિત શિર્ષક: આત્મવિચાર | વિચારદશા D બે પ્રકારની દશા મુમુક્ષુ જીવને વર્તે છે; એક “વિચારદશા, અને બીજી “સ્થિતપ્રજ્ઞદશા'. સ્થિતપ્રજ્ઞદશા વિચારદશા લગભગ પૂરી થયે અથવા સંપૂર્ણ થયે પ્રગટે છે. તે સ્થિતપ્રજ્ઞદશાની પ્રાપ્તિ આ કાળમાં કઠણ છે; કેમકે આત્મપરિણામને વ્યાઘાતરૂપ યોગ આ કાળમાં પ્રધાનપણે વર્તે છે, અને તેથી વિચારદશાનો યોગ પણ સદ્ગુરુ, સત્સંગના અંતરાયથી પ્રાપ્ત થતો નથી, તેવા કાળમાં કૃષ્ણદાસ વિચારદશાને ઇચ્છે છે, એ વિચારદશા પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ છે; અને તેના જીવને ભય, ચિંતા, પરાભવાદિ ભાવમાં નિજબુદ્ધિ કરવી ઘટે નહીં; તોપણ ધીરજથી તેમને સમાધાન થવા દેવું; અને નિર્ભય ચિત્ત રખાવવું ઘટે છે. (પૃ. ૪૩૪-૫) I એક મુનિ ગુફામાં ધ્યાન કરવા જતા હતા. ત્યાં સિંહ મળ્યો. તેમના હાથમાં લાકડી હતી. સિંહ સામી લાકડી ઉગામી હોય તો સિંહ ચાલ્યો જાય એમ મનમાં થતાં મુનિને વિચાર આવ્યો કે “હું આત્મા અજર,
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy