________________
અસત્સંગ (ચાલુ)
૨૪
1 અસત્સંગાદિકમાં રુચિ ઉત્પન્ન થતી મટાડવાનો વિચાર વારંવાર કરવો યોગ્ય છે. (પૃ. ૩૩૫) 1 અસત્સંગમાં ઉદાસીન રહેવા માટે જીવને વિષે અપ્રમાદપણે નિશ્રય થાય છે, ત્યારે “સત્તાન સમજાય
છે; તે પહેલાં પ્રાપ્ત થયેલ બોધને ઘણા પ્રકારના અંતરાય હોય છે. (પૃ. ૩૩૮)
સંબંધિત શિર્ષક સત્સંગ | અસગુરુ I અસદ્દગુરુ કે જે આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનના સાધનને જાણતા નથી. (પૃ. પર ૯) D જીવ ખોટા સંગથી, અને અસદ્ગથી અનાદિકાળથી રખડયો છે. (પૃ. ૭૨૭) શાસ્ત્રમાં અભવ્યના તાર્યા તરે એમ કહ્યું નથી. ચોભંગીમાં એમ અર્થ નથી. ટુંઢિયાના ધરમશી નામના મુનિએ એની ટીકા કરી છે. પોતે તર્યા નથી, ને બીજાને તારે છે એનો અર્થ આંધળો માર્ગ બતાવે તેવો
છે. અસદ્ગુરુઓ આવાં ખોટાં આલંબન દે છે. (પૃ. ૭૨૦). D અસદૂગુરુથી પણ કલ્યાણ થાય એમ કહેવું તે તો તીર્થંકરાદિની, જ્ઞાનીની આશાતના કરવા સમાન છે, કેમકે તેમાં અને અસદૂગુરુમાં કંઈ ભેદ ન પડયો; જન્માંધ, અને અત્યંત શુદ્ધ નિર્મળ ચક્ષુવાળાનું કંઈ જૂનાધિકપણું ઠર્યું જ નહીં. (પૃ. ૨૨૯) આ વિનયમાર્ગ કહઠ્યો તેનો લાભ એટલે તે શિખ્યાદિની પાસે કરાવવાની ઇચ્છા કરીને જો કોઇ પણ અસદ્ગુરુ પોતાને વિષે સદ્ગપણું સ્થાપે તો તે મહામોહનીય કર્મ ઉપાર્જન કરીને ભવસમુદ્રમાં બૂડે. (પૃ. પ૩૫) સંબંધિત શિર્ષક: અજ્ઞાની, કુગુરુ
[અસંગ
વેદાંત કહે છે કે આત્મા અસંગ છે, જિન પણ કહે છે કે પરમાર્થનયથી આત્મા તેમજ છે. એ જ અસંગતા સિદ્ધ થવી, પરિણત થવી તે મોક્ષ છે. પરભારી તેવી અસંગતા સિદ્ધ થવી ઘણું કરીને અસંભવિત છે, અને એ જ માટે જ્ઞાની પુરુષોએ, સર્વ દુઃખ ક્ષય કરવાની ઈચ્છા છે જેને એવા મુમુક્ષુએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી એમ જે કહ્યું છે, તે અત્યંત સત્ય છે. (પૃ. ૪૮૪) I શરીર કોનું છે? મોહનું છે. માટે અસંગભાવના રાખવી યોગ્ય છે. (પૃ. ૫૦૯)
સંબંધિત શિર્ષક: સંગ | અસંગતા || અસંગપણું એટલે આત્માર્થ સિવાયના સંગપ્રસંગમાં પડવું નહીં. (પૃ. ૩૬૪). D સંગના યોગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્યો છે; સંગની નિવૃત્તિએ સહજસ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે
છે. એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યાં છે. સર્વ જિનાગમમાં કહેલાં વચનો એક માત્ર અસંગપણામાં જ સમાય છે કેમકે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યાં છે. એક પરમાણુથી માંડી ચૌદ રાજલોકની અને મેષોન્મેષથી માંડી શૈલેશીઅવસ્થા પર્યંતની સર્વ ક્રિયા વર્ણવી છે, તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે. -