________________
૨૩
અસત્સંગ રાખી તે બેલે તો તે સત્ય ગણાય. (પૃ. ૬૭૪-૭) પોતાને માટે, પરને માટે ક્રોધથી કે ભયથી પ્રાણીઓને કષ્ટ થાય તેવું અસત્ય બોલવું નહીં, તેમજ બોલાવવું નહીં. મૃષાવાદને સર્વ સત્પરુષોએ નિષેધ્યો છે, - પ્રાણીને તે અવિશ્વાસ ઉપજાવે છે તે માટે
તેનો ત્યાગ કરવો. (પૃ. ૧૮૬) D પ્રાણીને દુઃખ થાય એવું મૃષા ભાખું નહીં. (પૃ. ૧૩૮) T સામાન્યપણે અસત્યાદિ કરતાં હિંસાનું પાપ વિશેષ છે. પણ વિશેષ દૃષ્ટિએ તો હિંસા કરતાં
અસત્યાદિનું પાપ એકાંતે ઓછું જ છે એમ ન સમજવું, અથવા વધારે છે એમ પણ એકાંતે ન સમજવું. હિંસાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ અને તેના કર્તાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને અનુસરીને તેનો બંધ કર્તાને થાય છે. તેમજ અસત્યાદિના સંબંધમાં પણ સમજવા યોગ્ય છે. કોઈએક હિંસા કરતાં કોઈએક અસત્યાદિનું ફળ એક ગુણ, બે ગુણ કે અનંત ગુણ વિશેષ પર્યત થાય છે, તેમજ કોઈએક અસત્યાદિ કરતાં કોઈ એક હિંસાનું ફળ એક ગુણ, બે ગુણ કે અનંત ગુણ વિશેષ પર્યત થાય છે. (પૃ. ૬૦૧)
જ્યાં સુધી મૃષા અને પરસ્ત્રીનો ત્યાગ કરવામાં આવે નહીં ત્યાં સુધી સર્વ ક્રિયા નિષ્ફળ છે; ત્યાં સુધી આત્મામાં છળકપટ હોવાથી ધર્મ પરિણમતો નથી. ધર્મ પામવાની આ પ્રથમ ભૂમિકા છે. જ્યાં સુધી મૃષાત્યાગ અને પરસ્ત્રીત્યાગ એ ગુણો ન હોય ત્યાં સુધી વક્તા તથા શ્રોતા હોઈ શકે નહીં. મૃષા જવાથી ઘણી અસત્ય પ્રવૃત્તિ ઓછી થઈ નિવૃત્તિનો પ્રસંગ આવે છે. સહજ વાતચીત કરતાં પણ વિચાર કરવો પડે. મૃષા બોલવાથી જ લાભ થાય એવો કાંઇ નિયમ નથી. જો તેમ હોય તો સાચા બોલનારા કરતાં જગતમાં અસત્ય બોલનારા ઘણા હોય છે, તો તેઓને ઘણો લાભ થવો જોઇએ; તેમ કાંઈ જોવામાં આવતું નથી; તેમ અસત્ય બોલવાથી લાભ થતો હોય તો કર્મ સાવ રદ થઈ જાય, અને શાસ્ત્ર પણ વોટાં પડે. સત્યનો જય છે. પ્રથમ મુશ્કેલી જણાય. પણ પાછળથી સત્યનો પ્રભાવ થાય ને તેની અસર સામા માણસ તથા સંબંધમાં આવનાર ઉપર થાય. સત્યથી મનુષ્યનો આત્મા સ્ફટિક જેવો જણાય છે.
(પૃ. ૭૭૭) 0 માયાકપટથી જૂઠું બોલવું તેમાં ઘણું પાપ છે. તે પાપના બે પ્રકાર છે. માન અને ધન મેળવવા માટે જૂઠું
બોલે તો તેમાં ઘણું પાપ છે. આજીવિકા અર્થે જૂઠું બોલવું પડ્યું હોય અને પશ્ચાત્તાપ કરે, તો પ્રથમવાળા
કરતાં કાંઈક ઓછું પાપ લાગે. (પૃ. ૭૦૧). 0 લોકોને કંઈ જૂઠું કહીને સદ્ગુરુ પાસે સત્સંગમાં આવવાની જરૂર નથી. (પૃ. ૬૮૪) 1 અસત્ય ઉપદેશ આપે નહીં. (પૃ. ૧૩૭) | સંબંધિત શિર્ષક સત્ય
અસત્સંગ
|| યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે. અસત્સંગ એ મોટું વિઘ્ન છે. (પૃ. ૨૨) T સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી, અને તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ
ઇચ્છવો, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું, એ શ્રેયરૂપ છે. (પૃ. ૩૩૨)